Home National Pratapgarh Ex Pradhan Mustaka Gulshan Love Lost Case Girlfriend

2 પત્નીઓ, 18 બાળકો અને એક પ્રેમિકા : UPમાં પૂર્વ સરપંચનો ખૌફનાક અંત, પ્રેમિકાએ જ લાશ કોથળામાં ભરી નહેરમાં ફેંકી! કારણ જાણી ચોંકી જશો

2 પત્નીઓ, 18 બાળકો અને એક પ્રેમિકા
Published by: Nirali Gohil
| Last Updated: Mar 24, 2026, 05:14 AM IST

ratapgarh Case: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ફિલ્મી રુંવાડા ઉભા કરી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. આ વાત છે સુમેરપુર ગામના પૂર્વ સરપંચ મુસ્તકા ગુલશન ઉર્ફે મુન્નાની, જેમના જીવનમાં બે પત્નીઓ અને 18 બાળકો હોવા છતાં એક પ્રેમિકા સાથેના સંબંધોએ તેમનો ભયાનક અંત આણ્યો.18 માર્ચના રોજ ઘરેથી નીકળેલા મુન્ના ક્યારેય પાછા ન ફર્યા, અને જ્યારે ત્રણ દિવસ પછી તેમની લાશ મળી ત્યારે આખા પંથકમાં સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસે જ્યારે કોલ ડિટેલ્સ અને સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી, ત્યારે કડીઓ સીધી સુમન સુધી પહોંચી. 21 માર્ચના રોજ જ્યારે તેની અટકાયત કરવામાં આવી, ત્યારે તેણે જે કબૂલાત કરી તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પ્રેમ, દગો, બ્લેકમેલિંગ અને લોહીના ખેલની આ કહાનીએ પ્રતાપગઢને હચમચાવી દીધું છે.

પ્રેમનો કરુણ અંજામ: બ્લેકમેલિંગથી કંટાળી પ્રેમિકા બની 'કાલ'

તપાસમાં બહાર આવ્યું છે કે, મુસ્તકા અને સુમન વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધો હતા. જોકે, સુમનનો આરોપ છે કે, મુન્ના તેના પર મળવા માટે સતત દબાણ કરી રહ્યા હતા અને તેને બ્લેકમેલ કરી રહ્યા હતા. આ રોજ-રોજની માનસિક પ્રતાડનાથી છુટકારો મેળવવા સુમને આત્મઘાતી રસ્તો અપનાવ્યો. તેણે પોતાના ભાઈ અને તેના મિત્રો સાથે મળીને મુન્નાને હંમેશા માટે રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી લીધું હતું.

હત્યાનું ખૌફનાક કાવતરું: લોખંડના સળિયાથી કરાયો હુમલો

18 માર્ચની એ કાળી રાત્રે સુમને મુન્નાને પ્રેમની જાળમાં ફસાવીને પોતાના પિયર બોલાવ્યા. મુન્નાને જરાય અંદાજ નહોતો કે તેઓ જે રસ્તે જઈ રહ્યા છે તે તેમના મૃત્યુનો રસ્તો છે. ત્યાં સુમનનો ભાઈ અને અન્ય સાથીદારો પહેલાથી જ હથિયારો સાથે તૈયાર હતા. મુન્ના પહોંચતાની સાથે જ તેમના પર લોખંડના સળિયાથી ઉપરાઉપરી ઘા કરવામાં આવ્યા. બેરહેમીથી હત્યા કર્યા બાદ, ઓળખ છુપાવવા માટે લાશને કોથળામાં ભરી દૂર નહેર પાસે ફેંકી દેવામાં આવી હતી.

18 બાળકોનો પિતા અને 2 પત્નીઓનો પતિ

મુસ્તકા ગુલશનનું અંગત જીવન પણ કોઈ રહસ્યથી ઓછું નહોતું. એએસપી શૈલેન્દ્ર લાલના જણાવ્યા મુજબ, મૃતક મુન્નાની બે પત્નીઓ હતી અને તેમના કુલ 18 બાળકો છે. આટલા મોટા પરિવારનો મોભી હોવા છતાં, બહારના સંબંધોએ હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો છે. હાલ મુખ્ય આરોપી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસની બાજ નજર અને કાવતરાનો પર્દાફાશ

પરિવારજનોએ જ્યારે ગુમશુદગીની ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે શરૂઆતમાં તેને સામાન્ય કેસ ગણ્યો હતો. પરંતુ જ્યારે મુન્નાનો ફોન સ્વીચ ઓફ આવ્યો અને કોઈ પત્તો ન મળ્યો, ત્યારે સર્વેલન્સ ટીમે આખરી લોકેશન અને કોલ લિસ્ટ તપાસ્યું. સુમન સાથેની વારંવારની વાતચીતે પોલીસને શંકા જન્માવી અને માત્ર ૨૪ કલાકની પૂછપરછમાં સુમને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

નીતીશ કુમારનો દબદબો યથાવત્: JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે ફરી વરણી, જાણો શા માટે સામે કોઈ ઉમેદવાર ન આવ્યો?

નીતીશ કુમારનો દબદબો યથાવત્

શંકરાચાર્યએ બનાવી 'ચતુરંગિણી સેના': સનાતનીઓના રક્ષણ માટે 'રોકો, ટોકો અને ઠોકો'નો નારો, જાણો શું છે આખો માસ્ટરપ્લાન

શંકરાચાર્યએ બનાવી 'ચતુરંગિણી સેના'

આજે 24 માર્ચ: આજે વિશ્વ ટીબી દિવસ, જાણો આજના દિવસની મહત્વની ઘટનાઓ

આજે 24 માર્ચ

પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે E20 પેટ્રોલની એન્ટ્રી: PM Modiએ ભારતની ઉર્જા સુરક્ષાની રણનીતિના કર્યા ભારોભાર વખાણ

પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે E20 પેટ્રોલની એન્ટ્રી