Home Tech/Gadgets Power Bank Multiple Uses Beyond Phone Charging

માત્ર ફોન ચાર્જિંગ જ નહીં : પાવર બેંકના આ સ્માર્ટ ઉપયોગો જાણીને તમે પણ ચોંકી જશો

માત્ર ફોન ચાર્જિંગ જ નહીં
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 04:30 PM IST

સામાન્ય રીતે પાવર બેંકનો ઉપયોગ મુસાફરી દરમિયાન કે ફિલ્ડ વર્ક વખતે સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે કરવામાં આવતો હોય છે. મોટાભાગના લોકો તેને માત્ર ફોન, સ્માર્ટવોચ કે ઈયરફોન જેવી એક્સેસરીઝ પૂરતી મર્યાદિત રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે પાવર બેંક આ સિવાય પણ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે? આજે અમે તમને પાવર બેંકના એવા કેટલાક અજાણ્યા ફાયદાઓ વિશે જણાવીશું જે તમારા રોજિંદા જીવનને વધુ સરળ બનાવી શકે છે.

USB લાઈટ્સ સાથે બનાવો સ્ટાઈલિશ લેમ્પ

બજારમાં અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર હાલમાં વિવિધ પ્રકારની USB લાઈટ્સ ખૂબ જ ઓછા ભાવે ઉપલબ્ધ છે. પાવર બેંકમાં આ લાઈટ્સ લગાવીને તમે તેને નાઈટ લેમ્પ તરીકે વાપરી શકો છો. ઘરના ડેકોરેશન સિવાય જો તમે ક્યાંક બહાર કેમ્પિંગ માટે ગયા હોવ તો ત્યાં પણ આ લાઈટ ખૂબ જ કામ લાગે છે. આ રીતે પાવર બેંક એક પોર્ટેબલ લાઈટિંગ સોર્સ બની જાય છે.

ગરમીમાં આપશે ઠંડક

જેવી રીતે લાઈટ કનેક્ટ કરી શકાય છે, તેવી જ રીતે પાવર બેંકની મદદથી તમે નાનો પંખો પણ ચલાવી શકો છો. માર્કેટમાં મળતા નાના USB ફેન પાવર બેંકમાં પ્લગ-ઈન કરતાની સાથે જ ચાલુ થઈ જાય છે. રસોડામાં કામ કરતી વખતે કે ઓફિસ ટેબલ પર પર્સનલ ફેન તરીકે તેનો ઉપયોગ શ્રેષ્ઠ રહે છે. આ માટે તમારે કોઈ ઈલેક્ટ્રિક બોર્ડ શોધવાની જરૂર રહેતી નથી.

CCTV કેમેરા ચલાવવામાં મદદરૂપ

ઘણા આધુનિક CCTV કેમેરા હવે USB પાવર સપોર્ટ સાથે આવે છે. જો તમારે કોઈ એવી જગ્યાએ કામચલાઉ ધોરણે કેમેરો લગાવવો હોય જ્યાં વીજળીનું કનેક્શન ન હોય, તો પાવર બેંક તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. પાવર બેંક સાથે કેમેરો કનેક્ટ કરીને તમે સુરક્ષા સુનિશ્ચિત કરી શકો છો અને તે માટે નવું વાયરિંગ કરવાની ઝંઝટ પણ રહેતી નથી.

કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ઉપયોગી ગેજેટ

જો તમે સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવો છો કે ફોટોગ્રાફીનો શોખ ધરાવો છો, તો મોંઘા લાઈટિંગ સેટઅપ પાછળ ખર્ચ કરવાની જરૂર નથી. તમે પાવર બેંકથી ચાલતી રિંગ લાઈટ ખરીદી શકો છો. આ લાઈટ સીધી પાવર બેંકમાંથી પાવર મેળવે છે, જેથી તમે આઉટડોર શૂટિંગ દરમિયાન ગમે ત્યાં તેનો ઉપયોગ કરી શકો છો. આનાથી વીડિયો ક્વોલિટીમાં પણ સુધારો થાય છે અને ખર્ચ પણ ઓછો થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now