અમદાવાદના વસ્ત્રાલ મહાદેવ નાગર ટેકરા પાસે આવેલી સાંઈધામ સોસાયટીમાં ઘરેલું હિંસાના કેસનું પકડ વોરંટની બજાવણી કરવા રામોલ પોલીસ પહોંચી હતી. આરોપી કલ્પેશ ભદોરિયા ઘરમાં હાજર નહી મળી આવતા ઘરના અન્ય સભ્યોએ વોરંટ બજાવવા આવેલી પોલીસ સાથે ઘર્ષણ કરીને ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. રામોલ પોલીસે વૃદ્ધા અને યુવક સામે ગુનો નોંધ્યો છે.
ડોમેસ્ટિક રીકવરીનુ પકડ વોરંટ બજાવવા ગયેલી રામોલ પોલીસને કડવો અનુભવ થયો છે. વસ્ત્રાલ મહાદેવનગર ટેકરા પાસેની સાંઈધામ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા કલ્પેશકુમાર રામસેવક ભદોરિયા કે જેમાં વિરુધમાં નામદાર એડીશનલ ચીફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલું હિંસાનો કેસ ચાલી રહ્યો હતો. કોર્ટમાં ચાલતી મુદતે આરોપી કલ્પેશ ભદોરિયા કોર્ટ સમક્ષ હાજર નહી રહેતા તેમના વિરુદ્ધમાં કોર્ટે પકડ વોરંટ કાઢ્યું હતું. રવિવારે સાંજે રામોલ પોલીસ કલ્પેશ ભદોરિયાના રહેણાંક મકાનમાં પકડ વોરંટની બજવણી કરવા સારું પહોચી હતી. ત્યારે ઘરમાં હજાર 55 વર્ષીય સુનિતાબેન ભદોરિયા અને 31 વર્ષીય મનીષ ભદોરિયા આવ્યા અને વોરંટની બજાવણી કરવા આવેલ રામોલ પોલીસના બંને કર્મીઓ સાથે ઉદ્ધાતાઈ પૂર્વકનું વર્તન કરવા લાગ્યા હતા. ત્યારબાદ રામોલ પોલીસે મહિલા પોલીસ સહીતનો સ્ટાફ બોલાવીને વૃદ્ધા અને યુવકને રામોલ પોલીસ સ્ટેશન લાવીને બંને વિરુદ્ધ પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરવા સહીતની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર





