Home Gujarat Police Fire Two Rounds At Shiva Takla Accused In Double Murder Case In Surat

સુરતમાં ડબલ મર્ડર કેસના આરોપી શિવા ટકલા પર પોલીસનું બે રાઉન્ડ ફાયરિંગ : આરોપી બોલ્યો 'ઓ સાહેબ ભૂલ થઈ ગઈ હવે નહી ભાગું'

સુરતમાં ડબલ મર્ડર કેસના આરોપી શિવા ટકલા પર પોલીસનું બે રાઉન્ડ ફાયરિંગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 06:21 PM IST

Surat Crime News : સુરતના ગોડાદરા વિસ્તારમાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે. ગોડાદરા ડબલ મર્ડર કેસના આરોપી શિવા ટકલા પર સુરત પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આોપીને પોલીસ ટીમ અમદાવાદથી સુરત લઈ આવી રહી હતી તે દરમિયાન આરોપીએ બહાના બતાવ્યા હતો કે તેને વોમિટ થાય છે તે દરમિયાન તેણે ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરી પથ્થર વડે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન પોલીસે તેના પર ફાયરિંગ કર્યું હતું

બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

આરોપી ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસે તેને અટકાવવા માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી શિવા ટકલાના જમણા પગમાં વાગી હતી. પગમાં ગોળી વાગતાં જ ડબલ મર્ડર કેસનો આરોપી ફફડી ઊઠ્યો હતો અને જમીન પર પડી ગયો હતો.

શિવા ટકલા ઇજાગ્રસ્ત થયો

ફાયરિંગ બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપીને ઊંચકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. ગોળી વાગવાથી શિવા ટકલા ઇજાગ્રસ્ત થયો છે અને હાલમાં હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

'હવે નહીં ભાગું, છોડી દો મને'

આ ઘટનાના સમયે બુટલેગર શિવા ટકલાએ હાથ જોડી પોલીસને કહ્યું હતું, “ઓ સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં ભાગું, છોડી દો મને.” આ ઘટનાથી સમગ્ર ગોડાદરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now