Home Gujarat Surat Surat Udhna Cleaning Machine Stuck Drain Pre Monsoon Work

'ધરમ કરતાં ધાડ પડી' : સુરતમાં ખાડી સાફ કરવા ગયેલું મશીન જ ફસાયું, તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ

ફસાયેલુંસફાઇ મશીન
Published by: Chintan Chavda
Last Updated: Jul 01, 2026, 11:05 AM IST

સુરત: શહેરના ઉધના સાઉથ ઝોન વિસ્તારમાં પ્રી-મોન્સૂન સફાઈ અભિયાન દરમિયાન એક સફાઈ મશીન ખાડીમાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. ખાડીની સફાઈ દરમિયાન અચાનક પાણીનું સ્તર વધતાં મશીન કાદવમાં ખૂંપી ગયું હતું. ઘટનાને કારણે સફાઈ કામગીરી થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ખાડીમાંથી ગાદ અને કચરો દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન પાણીનું સ્તર વધતા ભારે મશીનરીનું સંતુલન બગડ્યું અને મશીન કાદવમાં ફસાઈ ગયું. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ નથી.

સ્થાનિકોએ ઉઠાવ્યા દેખરેખ અંગે પ્રશ્નો

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ઘટના સમયે સ્થળ પર જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાનું જોવા મળ્યું હતું. તેમના કહેવા મુજબ ભારે મશીનરીથી કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં પૂરતી દેખરેખ અને સ્થળ પર સંકલનનો અભાવ હતો. આ ઘટનાને પગલે પ્રી-મોન્સૂન કામગીરીના આયોજન, જોખમના મૂલ્યાંકન અને અધિકારીઓની હાજરી અંગે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આવી કામગીરી દરમિયાન તકનીકી દેખરેખ વધુ મજબૂત બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઊભી ન થાય.

આ પણ વાંચો: સુરતમાં STનું આખે આખું ટાયર રોડમાં ઘુસી ગયું : નવો રોડ બેસી જતા સ્કૂલ વાન ખાડામાં ફસાઈ, માત્ર 15 દિવસમાં 4 માર્ગો ધસી પડ્યા

મશીન બહાર કાઢવાની કાર્યવાહી શરૂ

ઘટના બાદ સંબંધિત તંત્ર દ્વારા મશીનને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારે મશીનરી અને તકનીકી ટીમની મદદથી કાદવમાં ફસાયેલા મશીનને બહાર લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ચોમાસાની શરૂઆત સાથે સુરત શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ખાડીઓ, નાળા અને ડ્રેનેજ લાઇનની સફાઈનું કામ વિવિધ ઝોનમાં ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં મશીન ફસાવાની ઘટનાએ કામગીરીની સુરક્ષા અને આયોજન અંગે ચર્ચા જગાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now