Home Gujarat Surat Surat Kapodra Pankaj Diamond Manager Assault Cctv

બાથરૂમમાં ઘેરીને 11 તમાચા અને 4 લાત મારી : સુરતમાં પાટીદાર મેનેજર પર હુમલો કરનાર રત્નકલાકાર ભાઈઓ CCTVમાં કેદ

Surat News
Published by: OBS Bureau
Last Updated: Jun 30, 2026, 03:21 PM IST

Surat News: સુરતના ડાયમંડ હબ ગણાતા કાપોદ્રા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પ્રખ્યાત હીરાના કારખાનામાં શિસ્ત જાળવવાનું કહેતા રત્નકલાકાર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે પોતાના ભાઈ સાથે મળીને કારખાનાના મેનેજર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.

માત્ર 'પંચિંગ' અને શિસ્ત રાખવાનું કહેતા વિવાદ થયો

મળતી માહિતી મુજબ, કાપોદ્રા વિસ્તારમાં આવેલા 'પંકજ ડાયમંડ' નામના હીરાના કારખાનામાં ગૌતમભાઈ ઇટાલીયા મેનેજર તરીકે ફરજ બજાવે છે. કારખાનામાં નિયમોનું પાલન થાય તે હેતુથી મેનેજરે ત્યાં કામ કરતા રત્નકલાકાર અંકુશ આલ્ગોતરને શિસ્ત જાળવવા તેમજ સમયસર પંચિંગ (હાજરી) કરવાનું નિયમન રાખવા જણાવ્યું હતું. આ સામાન્ય બાબતની અદાવત રાખીને રત્નકલાકાર અંકુશ ઉશ્કેરાઈ ગયો હતો.

સુરત સાયબર પોલીસનો મોટો પર્દાફાશ : વજન ઘટાડવાની દવાના નામે કરોડોની છેતરપિંડીનો ભાંડો ફોડ્યો, 4 આરોપીઓ ઝડપાયા

પૂર્વ આયોજિત કાવતરું: બાથરૂમમાં ઘેરીને ઢોર માર માર્યો

આ બાબતનો બદલો લેવા માટે અંકુશ આલ્ગોતરે એક પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. તેણે પોતાના ભાઈ જય આલ્ગોતરને પણ કારખાનામાં બોલાવી લીધો હતો. જ્યારે મેનેજર ગૌતમ ઇટાલીયા બાથરૂમ તરફ ગયા, ત્યારે બંને ભાઈઓએ તેમને ત્યાં એકલા ઘેરી લીધા હતા.

CCTV ફૂટેજ અનુસાર, બંને ભાઈઓએ લગભગ દોઢ મિનિટ સુધી મેનેજરને બેન-સમણી બેફામ ગાળો આપી હતી અને ત્યારબાદ તેમના પર તૂટી પડ્યા હતા. બંનેએ ભેગા મળીને મેનેજરને આડેધડ ઢોર માર માર્યો હતો. કારખાના જેવા સિક્યોરિટી ધરાવતા સ્થળે રત્નકલાકાર ભાઈઓની આવી ગુંડાગર્દી જોઈને અન્ય કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સુરતના કોસાડમાં વરસાદી પાણીનો કહેર : ગ્રેહમ આઇકનના બેઝમેન્ટમાં પાણી ભરાતા 25 જેટલા વાહનો ડૂબ્યા

પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા

આ હિંસક હુમલા બાદ ભોગ બનનાર મેનેજર ગૌતમ ઇટાલીયાએ તાત્કાલિક કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તેમણે બંને હુમલાખોર ભાઈઓ વિરૂદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે.

પોલીસ કાર્યવાહી

કાપોદ્રા પોલીસે મેનેજરની ફરિયાદ અને CCTV ફૂટેજના મજબૂત પુરાવાના આધારે આરોપી અંકુશ આલ્ગોતર અને જય આલ્ગોતર વિરૂદ્ધ ગુનો નોંધી લીધો છે. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

SMC એ તો ગજબની બુધ્ધિ વાપરી! : ખાડામાં પડેલી કાર સાથે જ કર્યું સમારકામ, હવે Video વાયરલ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now