Home Gujarat Pm Narendra Modi Meets Rupani Family

PM નરેન્દ્ર મોદીએ રૂપાણી પરિવારની કરી મુલાકાત : "વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી"

PM નરેન્દ્ર મોદીએ રૂપાણી પરિવારની કરી મુલાકાત
Published by: OBS Bureau
Last Updated: Jun 13, 2025, 09:55 AM IST

પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ અમદાવાદ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પરિવારની મુલાકાત લીધી અને પરિવારજનોને સાંત્વના આપી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એજ વિમાનમાં સવાર હતા જે વિમાન ગઈ કાલે અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થયું.
વિજયભાઇના પત્ની અંજલિબેન સહિતના પરિવારજનો અગાઉથીજ લંડન હતા, કમનસીબ દુર્ઘટનાની જાણ થતાં અંજલિબેન આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતાએરપોર્ટથી સીધા તેઓના નિવાસે પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે રૂપાણી પરિવારની મુલાકાત લીધી ત્યારે મુખમાંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાથે હતા ,મુલાકાત બાદ વડાપ્રધાને સોશિયલ મિડિયા પર ભાવુક પોસ્ટ મૂકી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોશિયલ મિડિયા પર મુકેલ પોસ્ટ
વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now