PM Modi Netherlands visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ૫ દેશોના મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પ્રવાસના ભાગરૂપે શનિવારે નેધરલેન્ડ્સ પહોંચ્યા છે. નેધરલેન્ડ્સના વિશ્વપ્રસિદ્ધ 'સિટી ઓફ પીસ' (શાંતિ નગરી) તરીકે ઓળખાતા 'ધ હેગ' શહેરમાં પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયો (Indian Community) ને સંબોધિત કરતી વખતે વૈશ્વિક મંચ પરથી અનેક ગંભીર અને મહત્વની વાતો કહી છે. પીએમ મોદીએ વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધ અને ક્લાઈમેટ ચેન્જના સંકટો તરફ ઈશારો કરતા ચેતવણી આપી હતી કે, આ વર્તમાન દશકો સમગ્ર દુનિયા માટે આપત્તિઓનો દશકો સાબિત થઈ રહ્યો છે. જો અત્યારે જ વૈશ્વિક સ્થિતિમાં સુધારો લાવવામાં નહીં આવે, તો આવનારા કેટલાય દાયકાઓ સુધી સમગ્ર માનવજાતને તેનું ભારે નુકસાન ભોગવવું પડશે.
ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ ગર્વભેર જણાવ્યું હતું કે, આજનું નવું ભારત ખૂબ મોટા સપના જોઈ રહ્યું છે અને તેને હકીકતમાં બદલી પણ રહ્યું છે. ભારતે ચંદ્રના એવા દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઈતિહાસ રચ્યો છે, જ્યાં દુનિયાનો કોઈ પણ શક્તિશાળી દેશ પહેલા પહોંચી શક્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, તેઓ જ્યારે પણ નેધરલેન્ડ્સના ટોચના નેતાઓને મળે છે ત્યારે ત્યાંના શાસકો અહીં વસતા ભારતીયોની દેશભક્તિ, સંસ્કાર અને મહેનતની દિલ ખોલીને પ્રશંસા કરે છે. સમયની સાથે ભલે દુનિયા બદલાઈ ગઈ હોય, પરંતુ સાત સમુદ્ર પાર વસતા ભારતીયોના દિલમાં આજે પણ ભારતની સંસ્કૃતિ, અપનાપણું અને સંસ્કારો અકબંધ છે.
16 મેનો દિવસ ખૂબ જ ખાસ: 2014ના ઐતિહાસિક પરિણામોને કર્યા યાદ
પ્રધાનમંત્રી મોદીએ નેધરલેન્ડ્સની ધરતી પરથી 16મેના દિવસને ભારત માટે અત્યંત વિશેષ અને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે ભાવુક થઈને વાગોળ્યું હતું કે, આજથી બરાબર 12 વર્ષ પહેલાં એટલે કે 16 મે 2014ના રોજ જ ભારતમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા, જેણે દેશને એક મજબૂત અને સ્થિર સરકાર આપીને નવા ભારતના નિર્માણનો પાયો નાખ્યો હતો.
પેટ્રોલ-ડીઝલની તંગીનો ડર ખતમ!: વૈશ્વિક યુદ્ધના સંકટ વચ્ચે ભારતે અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ માટે UAE સાથે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો કરાર
ચિપ અને સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારત બનશે ગ્લોબલ લીડર, 12 પ્લાન્ટ પર કામ શરૂ
પ્રધાનમંત્રીએ ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસની આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, ભારત હવે માત્ર ટેકનોલોજી વાપરનારો દેશ નથી રહ્યો, પરંતુ તે ચિપ મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર સેક્ટરમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. હાલમાં ભારતમાં 12 જેટલા વિશાળ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ પર યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે, જેમાંથી 2 પ્લાન્ટમાં તો સત્તાવાર રીતે પ્રોડક્શન (ઉત્પાદન) પણ શરૂ થઈ ચૂક્યું છે.
વિદેશ જનારાઓ પર નવો ટેક્સ ઝીંકાશે?: અફવાઓ પર ખુદ PM મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને આપ્યો જડબાતોડ જવાબ
યુપીઆઈ (UPI) અને ૨ લાખ સ્ટાર્ટઅપ્સ: ડિજિટલ ઇન્ડિયાનો ડંકો
PM મોદીએ વિશ્વ સમક્ષ ભારતની ડિજિટલ તાકાતનું પ્રદર્શન કરતા કહ્યું કે, ભારતે યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શનના ક્ષેત્રમાં જે સફળતા મેળવી છે તેની આજે આખી દુનિયા નકલ કરી રહી છે. ભારતના નાનામાં નાના વેપારીઓ પણ આજે ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે. આ સાથે જ ભારતમાં આજે ૨ લાખથી વધુ સક્રિય સ્ટાર્ટઅપ્સ (Startups) કામ કરી રહ્યા છે, જે દેશના યુવાનોની વૈશ્વિક પ્રતિભા દર્શાવે છે. આ ઉપરાંત, ભારત અત્યારે દુનિયાની સૌથી મોટી સરકારી ભંડોળ આધારિત હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ (આયુષ્માન ભારત) સફળતાપૂર્વક ચલાવી રહ્યું છે.
ટ્રમ્પે જિનપિંગનું કર્યું અપમાન!: ચીનમાંથી મળેલા તમામ ગિફ્ટ બેજિંગ, ફોન અને બેજ એરપોર્ટ પર કચરાના ડબામાં ફેંક્યા
નેધરલેન્ડ્સમાં ટ્યૂલિપ ફેમસ, તો ભારતમાં કમળ!
પોતાના સંબોધનને રસપ્રદ બનાવતા પ્રધાનમંત્રીએ બંને દેશોની સમાનતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, જેવી રીતે નેધરલેન્ડ્સ આખી દુનિયામાં પોતાના સુંદર ‘ટ્યૂલિપ’ (Tulip) ના ફૂલો માટે પ્રખ્યાત છે, તેવી જ રીતે ભારત વિશ્વભરમાં પોતાના પવિત્ર ‘કમળ’ (Lotus) માટે જાણીતું છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ ભારતમાં તાજેતરમાં સંપન્ન થયેલી પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરીને ત્યાં નોંધા





