Home National Pm Modi Work From Home India Corporate Sector Debate Gujarati

ભારતમાં ફરી Work From Home યુગ આવશે? : PM મોદીની અપીલ બાદ કોર્પોરેટ દુનિયામાં નવી ચર્ચા શરૂ

PM Modi WFH Appeal
Published by: Viral Patel
Last Updated: May 11, 2026, 02:23 PM IST

PM Modi WFH Appeal: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-અમેરિકા સંઘર્ષની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી છે. વિશ્વભરના દેશો તેલ અને ગેસના સંકટનો સામનો કરી રહ્યા છે, જ્યારે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ સ્થિર છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ના ચીફ ઈકોનોમિસ્ટ દ્વારા લાંબા સમય સુધી ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ દરમિયાન રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વર્ક ફ્રોમ હોમ' (WFH) ને મહત્વ આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, "આપણે કર્તવ્યને સર્વોપરી રાખીને એક સંકલ્પ લેવો પડશે. એક મોટો સંકલ્પ પેટ્રોલ અને ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો છે." વડાપ્રધાને ઈંધણ બચાવવા માટેના રાષ્ટ્રીય ઉપાય તરીકે સૂચન કર્યું છે કે આપણે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન કોન્ફરન્સ અને વર્ચ્યુઅલ મીટિંગ્સને ફરીથી પ્રાથમિકતા આપવી જોઈએ. PM મોદીના આ આહવાનથી કોર્પોરેટ જગતમાં નવી ચર્ચા છેડાઈ છે કે શું ભારત ફરીથી કોવિડ કાળની જેમ વર્ક ફ્રોમ હોમ માટે તૈયાર છે.

હોર્મુઝમાંથી 10 ભારતીય જહાજ સલામત બહાર આવ્યા : પેટ્રોલ-ડિઝલની કોઈ ઘટ પડશે નહીં

વર્ક ફ્રોમ હોમ લાગુ કરવાની માંગ

વડાપ્રધાનની આ અપીલને સત્તાવાર રીતે લાગુ કરવાની પણ માંગ ઉઠી છે. આઈટી કર્મચારીઓના સંગઠન NITES (Nascent Information Technology Employees Senate) એ કેન્દ્ર સરકારને પત્ર લખીને માંગ કરી છે કે IT અને ITeS કંપનીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' ની એડવાઈઝરી અનિવાર્યપણે જાહેર કરવામાં આવે, જેથી ઈંધણ સંરક્ષણ અને શહેરી માળખાગત સુવિધાઓ પરનું દબાણ ઘટાડવાના રાષ્ટ્રીય પ્રયાસને સમર્થન મળી શકે.

શું દેશ 'કોવિડ-યુગ' ની જેમ WFH માટે તૈયાર છે?

વડાપ્રધાનનો સંદેશ સ્પષ્ટ છે: બિનજરૂરી મુસાફરીમાં ઘટાડો કરો, ઈંધણનો ઓછો ઉપયોગ કરો અને શક્ય હોય ત્યાં સુધી વર્ચ્યુઅલ મીટિંગ્સ તરફ વળો. પરંતુ સવાલ એ છે કે શું ભારતીય કંપનીઓ ફરીથી તે પેટર્નને અપનાવી શકે છે? આઈટી સેક્ટરનું માનવું છે કે તેમની પાસે આ માટે માળખાગત સુવિધા અને ક્ષમતા બંને છે. NITES ના પ્રમુખ હરપ્રીત સિંહ સલુજા કહે છે, "ભારતીય આઈટી ક્ષેત્રએ પહેલા જ કોવિડ-19 મહામારી દરમિયાન ઉત્પાદકતા અથવા વ્યવસાયમાં અવરોધ વિના મોટા પાયે વર્ક ફ્રોમ હોમ સફળતાપૂર્વક લાગુ કર્યું હતું. આ ક્ષેત્રમાં રિમોટ વર્કિંગ દ્વારા રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને ફરીથી ટેકો આપવાની પૂરી ક્ષમતા છે."

બંગાળની મોટી જીતે ભાજપને કયો બૂસ્ટર ડોઝ આપ્યો? : સમજો-રાષ્ટ્રપતિ ચૂંટણી 2027નું ગણિત

કર્મચારીઓ અને કંપનીઓનો દૃષ્ટિકોણ

કોવિડ દરમિયાન કંપનીઓએ રિમોટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ ઓપરેશન્સ અને ડિજિટલ ટૂલ્સમાં મોટું રોકાણ કર્યું હતું. કર્મચારીઓ માટે પણ હવે આ માત્ર સુવિધાની વાત નથી રહી. મુંબઈની પ્રોફેશનલ શ્રુતિ પાલ કહે છે, "વડાપ્રધાનની અપીલે લવચીકતા (Flexibility) અને ઉત્પાદકતા બાબતે જરૂરી ચર્ચા છેડી છે. જો કંપનીઓ વ્યવસાય અને કર્મચારીઓની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવી શકે, તો હાઈબ્રિડ મોડલ ખૂબ સાર્થક સાબિત થઈ શકે છે." ગુરુગ્રામમાં કામ કરતા અભિષેક માને છે કે આ યોગ્ય સમય છે. તેમના મતે, રિમોટ વર્ક માનસિક શાંતિની સાથે સાથે ઉત્પાદકતા વધારવામાં પણ મદદરૂપ છે.

કંપનીઓનો મત: કામનું મૂલ્યાંકન પરિણામથી થાય

કેટલીક કંપનીઓ હવે તેને કામચલાઉ વ્યવસ્થા તરીકે નથી જોઈ રહી. સરાફ ફર્નિચરના ફાઉન્ડર રઘુનંદન સરાફ જણાવે છે કે, "આ હવે માત્ર સુવિધા નથી, પરંતુ એક પ્રોડક્ટિવ વર્કફોર્સ બનાવવાની રીત છે. તેનાથી કર્મચારીઓનું માનસિક કલ્યાણ સુધરે છે. નિષ્ણાતો માને છે કે ભવિષ્યના વર્કપ્લેસ મોડલ હવે 'ડેસ્ક પર વિતાવેલા સમય' ને બદલે 'આઉટપુટ' એટલે કે પરિણામ પર આધારિત હશે. આનાથી કર્મચારીઓનો તણાવ ઘટશે અને તેઓ વધુ ઉર્જાવાન બનશે.

બધા સેક્ટર માટે શક્ય નથી

જોકે ટેક કંપનીઓ ઝડપથી Remote મોડલ અપનાવી શકે છે, પરંતુ દરેક ક્ષેત્ર માટે Work From Home સરળ નથી. મેન્યુફેક્ચરિંગ, રિટેલ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટ અને ઓન-ગ્રાઉન્ડ ઓપરેશન્સ ધરાવતા ક્ષેત્રોમાં ભૌતિક હાજરી જરૂરી રહે છે. કેટલાક ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે સફળ Remote Work માટે વિશ્વાસ, ટેક્નોલોજી અને પ્રક્રિયાની શિસ્ત જરૂરી છે. ઘણા પરંપરાગત ક્ષેત્રોમાં હજુ સુધી આ માળખું પૂરતું મજબૂત નથી. તે છતાં “Hybrid 2.0” નામે નવી કાર્યશૈલીની ચર્ચા તેજ થઈ રહી છે, જેમાં કામના પ્રકાર મુજબ ઓફિસ અને ઘરેથી કામ વચ્ચે સંતુલન સાધવામાં આવશે.

સુવેન્દુ અધિકારીના PAનો હત્યારો કોણ? : બલિયાનો રાજ સિંહ ઉર્ફે ચંદન ધરપકડ, જાણો સમગ્ર કુંડળી

ઈંધણ બચત અને અર્થતંત્ર વચ્ચેનો સંબંધ

PM મોદીની અપીલ માત્ર ઓફિસ સંસ્કૃતિ સુધી મર્યાદિત નથી. તાજેતરમાં તેમણે સોનું ઓછું ખરીદવા, વિદેશ પ્રવાસ ટાળવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા જેવી સલાહો પણ આપી હતી. આ બધાનો સીધો સંબંધ ભારતના Foreign Exchange અને Import Bill સાથે જોડાય છે. ભારત દુનિયાના સૌથી મોટા ક્રૂડ ઓઈલ આયાતકાર દેશોમાંનો એક છે. જો વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપ વધે અથવા ઓઈલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહે, તો દેશના અર્થતંત્ર પર દબાણ વધી શકે છે. આવી સ્થિતિમાં Work From Home જેવી પહેલ ઈંધણ બચત માટે વ્યૂહાત્મક પગલું બની શકે છે.

AI અને ડિજિટલ વર્કફોર્સ વચ્ચે બદલાતું ભવિષ્ય

આ ચર્ચા એવા સમયમાં થઈ રહી છે જ્યારે AI અને Automationના કારણે વૈશ્વિક કાર્યબજારમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અનેક કંપનીઓ Lean Teams અને AI-driven Operations તરફ આગળ વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં Remote Work, AI Tools અને Outcome-Based Performance સાથે મળીને નવી Corporate Culture ઊભી કરી શકે છે. ખાસ કરીને IT, Consulting, Finance અને Digital Services જેવા ક્ષેત્રોમાં ભૌતિક ઓફિસની જરૂરિયાત ધીમે ધીમે ઘટી શકે છે.

વર્ક ફ્રોમ હોમ પાછળના મુખ્ય તર્ક

  • ઈંધણ સંરક્ષણ: પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે રિમોટ વર્કને પ્રોત્સાહન.

  • રાષ્ટ્રીય પ્રાથમિકતા: આર્થિક અને રાષ્ટ્રીય હિતમાં લેવાયેલું પગલું.

  • માળખાગત તૈયારી: ક્લાઉડ અને સાયબર સુરક્ષા ટૂલ્સની ઉપલબ્ધતા.

  • માનસિક સ્વાસ્થ્ય: મુસાફરીના થાકમાં ઘટાડો અને વર્ક-લાઈફ બેલેન્સ.

  • શહેરી દબાણ: ટ્રાફિક જામ અને જાહેર પરિવહન પરનો ભાર ઘટાડવો.

દેશમાં 60 દિવસનું બચ્યું છે તેલ અને ગેસ! : 45 દિવસનો રસોઈ ગેસ અને 703 અબજ ડોલરનું વિદેશી મુદ્રા ભંડાર

શું આ બધા માટે શક્ય છે?

જોકે, દરેક ક્ષેત્ર માટે આ સરળ નથી. InCruiter ના ફાઉન્ડર અનિલ અગ્રવાલ ચેતવણી આપે છે કે દરેક સેક્ટરમાં તૈયારી અલગ-અલગ હોય છે. રિમોટ વર્ક માટે જે શિસ્ત અને ટેકનોલોજી જોઈએ, તે હજુ પણ ઘણી કંપનીઓ પાસે નથી. વડાપ્રધાનની આ અપીલ હવે માત્ર સૂચન નથી, પરંતુ આર્થિક અને રાષ્ટ્રીય હિતનો વિષય બની ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય કોર્પોરેટ જગત આ 'સંકલ્પ' ને કેટલી ઝડપથી અને કેટલી હદે અપનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now