Home National Mp Gwalior Petrol Pump Worker Set On Fire Over Fuel Price Dispute

ગ્વાલિયરમાં પેટ્રોલના ભાવ મુદ્દે ઝઘડો : પંપ કર્મચારીને જીવતો સળગાવ્યો, સમગ્ર ઘટના વિશે વાંચો અહીં

MP: Employee set on fire over petrol price dispute
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 25, 2026, 09:47 AM IST

દીકરાને બચાવવા દોડેલા પિતા પણ દાઝ્યા, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં મોડી રાત્રે પેટ્રોલના ભાવને લઈને થયેલી સામાન્ય બોલાચાલી એટલી હિંસક બની ગઈ કે 3 યુવકોએ પેટ્રોલ પંપની અંદર જ 26 વર્ષના એક કર્મચારી પર પેટ્રોલ રેડીને તેને જીવતો સળગાવી દીધો હતો. આ ભયાનક હુમલામાં કર્મચારી ગંભીર રીતે દાઝી ગયો છે અને હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાી રહ્યો છે.

નજીવા વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે રાત્રે અંદાજે 10 વાગ્યે બની હતી. બુલેટ મોટરસાયકલ પર સવાર થઈને 3 યુવકો પેટ્રોલ પંપ પર આવ્યા હતા. ત્યાં પેટ્રોલ ભરાવતી વખતે પેટ્રોલના રેટ (ભાવ) બાબતે તેમનો પંપ પર કામ કરતા આકાશ સેંગર નામના કર્મચારી સાથે વિવાદ થયો હતો.

વાતચીતમાંથી શરૂ થયેલો ઝઘડો એટલો વધી ગયો કે આરોપીઓમાંથી એકે પંપ પરથી જ પેટ્રોલ લઈને આકાશના શરીર પર છાંટી દીધું અને લાઈટર વડે તેને આગ લગાડી દીધી. આકાશને આગની જ્વાળાઓમાં ઘેરાયેલો જોઈને પેટ્રોલ પંપ પર દોડધામ મચી ગઈ હતી અને તે મદદ માટે બૂમો પાડવા લાગ્યો હતો.

આ પણ વાંચો: Pune Murder Case | પુણે પોલીસે મંગેતર સિયા અને તેના પ્રેમીને સામસામે બેસાડીને પૂછપરછ કરી | Offbeat Stories

પુત્રને બચાવવા પિતાએ જીવ જોખમમાં મૂક્યો

આકાશની બૂમો સાંભળીને નજીકમાં જ આવેલી એક ટ્રાવેલ્સ ઓફિસમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા તેના પિતા રામચંદ્ર સેંગર તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. તેમણે પોતાના પુત્રને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં તેમના પોતાના બંને પગ પણ ખરાબ રીતે દાઝી ગયા હતા.

સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ ઓલવીને પિતા અને પુત્ર બંનેને ગ્વાલિયરની જ્યારોગ્ય હોસ્પિટલના બર્ન વોર્ડમાં દાખલ કર્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આકાશ અંદાજે 37 ટકા જેટલો દાઝી ગયો છે અને તેની સ્થિતિ અત્યંત નાજુક છે.

બે આરોપીઓની ધરપકડ

આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે કાર્યવાહી કરીને 2 મુખ્ય આરોપીઓ ડોલી ઉર્ફે અનુજ ગુર્જર અને સચિન ગુર્જરની ધરપકડ કરી લીધી છે. જ્યારે ત્રીજો આરોપી અરવિંદ છવઈ હજુ ફરાર છે, જેને પકડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now