Home Gujarat Pm Modi Sanand Cg Semi Semiconductor Plant Rajasthan Gujarat Projects July 2026

ગુજરાત હવે ચીન-તાઈવાનને આપશે ટક્કર! : સાણંદમાં દર વર્ષે બનશે 500 કરોડ મેડ ઇન ઇન્ડિયા ચિપ્સ, કાલે PM મોદી કરશે મેગા પ્રોજેક્ટ્સની શરૂઆત

Semiconductor Chip
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2026, 01:20 PM IST

Semiconductor Chip: ગ્લોબલ ટેક્નોલોજીની દુનિયામાં ભારત એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે અને તેનું કેન્દ્ર બની રહ્યું છે ગુજરાતનું સાણંદ. અત્યાર સુધી જે સેમિકન્ડક્ટર અને ચિપ માટે ચીન અને તાઈવાન જેવા દેશો પર નિર્ભર રહેવું પડતું હતું, તેને હવે 'મેડ ઇન ઇન્ડિયા' થી સીધી ટક્કર મળવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસે જઈ રહ્યા છે, જ્યાં તેઓ સાણંદમાં દેશની પહેલી એન્ડ-ટુ-એન્ડ ઓએસએટી (OSAT) સેમિકન્ડક્ટર ફેસિલિટીની શરૂઆત કરશે. સીજી સેમી (CG Semi) જ્યારે સંપૂર્ણ ક્ષમતા સાથે કામ શરૂ કરશે, ત્યારે અહીંથી દર વર્ષે 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ બનીને બહાર નીકળશે.

પીએમ મોદી શનિવારે એટલે કે 4 જુલાઈએ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે પહોંચશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પીએમ જોધપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને જોધપુરમાં સુધારેલી ઉડાન (UDAN) યોજનાની પણ શરૂઆત કરશે. આ પછી, પીએમ બાલોતરા જશે, જ્યાં તેઓ આશરે 1.06 લાખ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ પીએમ ગુજરાત પહોંચશે. જ્યાં સાંજે આશરે 4:30 વાગ્યે પીએમ અમદાવાદના સાણંદમાં સ્થિત સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટની શરૂઆત કરશે.

પાકિસ્તાની કનેક્શનની તપાસ તેજ! : રથયાત્રા પૂર્વ ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ 14 દિવસના પોલીસ રિમાન્ડ પર

સાણંદમાં પ્રધાનમંત્રી

પીએમ મોદી ગુજરાતના સાણંદમાં સ્થિત સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટની શરૂઆત કરશે. ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં આ એક મોટું પગલું છે, કારણ કે આ પ્લાન્ટમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થશે. ગ્લોબલ સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતની સ્થિતિને મજબૂત કરવાની દિશામાં આ એક મોટું કદમ છે. આ પ્રોજેક્ટ 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાંથી એક છે અને તેને 7,500 કરોડ રૂપિયાથી વધુના કુલ રોકાણ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.

દર વર્ષે 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ થશે તૈયાર

જ્યારે આ પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થશે, ત્યારે અહીંથી દર વર્ષે 5 અબજ સુધીની સેમિકન્ડક્ટર ચિપ્સ તૈયાર થશે. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને સુપર કોમ્પ્યુટિંગમાં ઝડપથી થઈ રહેલા વિકાસને કારણે મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સની વધતી જતી ગ્લોબલ ડિમાન્ડને પૂરી કરવામાં આ પ્લાન્ટ મોટી ભૂમિકા ભજવશે. આ પ્લાન્ટ ઓટોમોટિવ, ઔદ્યોગિક, ટેલિકોમ્યુનિકેશન, 5G અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) સેક્ટરના લોકોની જરૂરિયાતોને પૂરી કરશે. આ સીજી સેમી પ્લાન્ટ વેફર સોર્ટિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજ ડિઝાઇન, ફેલ્યોર એનાલિસિસ, ટેસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ કેરેક્ટરાઈઝેશન અને લોજિસ્ટિક્સ સપોર્ટ સહિતની સંપૂર્ણ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સર્વિસ પૂરી પાડે છે.

વડોદરામાં આચારસંહિતા લાગુ : માંજલપુર પેટાચૂંટણીની ને કારણે VMC ના 8 વિકાસકાર્યો અટક્યા

શું થશે ફાયદો?

ચિપની અછત અને મોંઘા ગેજેટ્સમાંથી મળશે આઝાદી

અત્યારે ભારત પોતાની જરૂરિયાતના લગભગ 100% ચિપ્સ તાઈવાન, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાંથી ખરીદે છે. જ્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ તણાવ ઊભો થાય છે, ત્યારે ચિપની અછત સર્જાય છે, જેના કારણે મોબાઈલ, લેપટોપ અને કારોની કિંમતો વધી જાય છે અને તેના માટે લાંબો વેઇટિંગ પિરિયડ આવી જાય છે. ભારતમાં જ આટલી મોટી સંખ્યામાં ચિપ્સ બનવાથી સ્થાનિક ઇલેક્ટ્રોનિક વસ્તુઓની કિંમતો નિયંત્રણમાં રહેશે.

ઓટોમોબાઈલ અને EV સેક્ટરને મળશે નવી રફતાર

આજની ઇવી (EV) કાર અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં સેંકડો સેમિકન્ડક્ટર ચિપ્સનો ઉપયોગ થાય છે. ભારત દુનિયાના સૌથી મોટા કાર માર્કેટોમાંનું એક છે. સ્થાનિક સ્તરે ચિપ્સ મળવાથી ભારતની ઓટોમોબાઈલ કંપનીઓની વિદેશી નિર્ભરતા ખતમ થશે અને મેડ ઇન ઇન્ડિયા કારોનું પ્રોડક્શન ઝડપથી વધશે.

મોરબી વિજપોલ વળતર મુદ્દે સરકારનો સંવેદનશીલ નિર્ણય : કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ બમણું વળતર ચૂકવવાની કરી જાહેરાત

વિદેશી હૂંડિયામણની બચત

ભારત દર વર્ષે સેમિકન્ડક્ટર ઇમ્પોર્ટ (આયાત) કરવા માટે અબજો ડોલર ખર્ચ કરે છે. આ પ્લાન્ટની શરૂઆતથી ભારતના આ પૈસા દેશની અંદર જ બચશે, જેનાથી આપણી અર્થવ્યવસ્થા મજબૂત થશે.

રાજસ્થાનમાં પ્રધાનમંત્રી

રવિવારે રાજસ્થાન પ્રવાસ દરમિયાન જ પીએમ મોદી જોધપુરમાં સુધારેલી ઉડાન (UDAN) યોજના લોન્ચ કરશે, જેમાં પ્રાદેશિક કનેક્ટિવિટી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આનાથી ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર (Aviation Sector) ને મોટી ભેટ મળશે અને હવાઈ ટ્રાફિકના દૃષ્ટિકોણથી પણ આ એક મોટું પગલું સાબિત થશે. સાથે જ 'ઉડે દેશ કા આમ નાગરિક' ના વિઝનને પણ વેગ મળશે. આ યોજના હેઠળ 28,840 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય આગામી 10 વર્ષમાં ઉડ્ડયન આધારિત વિકાસને ગતિ આપવાનો છે. આ વ્યૂહાત્મક પહેલ એ સુનિશ્ચિત કરશે કે દેશભરમાં વ્યાપક અને ટકાઉ કનેક્ટિવિટી જળવાઈ રહે.

દેશભરમાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે વર્તમાન હવાઈ પટ્ટીઓ (airstrips) પરથી 100 એરપોર્ટના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેના માટે 12,000 કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

ડંકાની ચોટ પર લખી રાખજો! : ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં નહીં છોડે મેઘો; ISROની સેટેલાઇટ ઇમેજમાં સૌથી મોટો ખુલાસો


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now