Home Gujarat Bharuch Gharo Ma Pani

ભરૂચના વાલિયામાં ધોધમાર વરસાદથી ઘરોમાં ઘૂસ્યા પાણી : ચારથી વધુ પરિવારોને ભારે નુકસાન

bharuch-gharo-ma-pani
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2026, 01:58 PM IST

ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. અચાનક પાણી ભરાઈ જતાં ચારથી વધુ પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી પ્રવેશવાને કારણે ઘરવખરી, કપડાં, અનાજ તેમજ અન્ય જરૂરી સામાન પલળી જતાં પરિવારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે ટૂંકા સમયમાં જ પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પરિણામે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું અને ઘરોમાં પણ વરસાદી પાણી પ્રવેશી ગયું હતું. પાણી ભરાવાના કારણે લોકો ઘરનો સામાન બચાવવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા.

સ્થાનિકોએ જાતે જ પાણી કાઢવાની કરી કવાયત

ઘરોમાં ભરાયેલા પાણીના કારણે અસરગ્રસ્ત પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ સ્થાનિકો ડોલ અને અન્ય સાધનોની મદદથી ઘરમાં ભરાયેલા પાણી બહાર કાઢતા જોવા મળ્યા હતા. અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે પરિવારોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

રહેવાસીઓએ જણાવ્યું કે જો વરસાદનું જોર યથાવત રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તેમણે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને તંત્ર તરફથી તાત્કાલિક મદદની પણ માંગ કરી હતી.

આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, અનાવશ્યક બહાર ન નીકળવા અને વરસાદ સંબંધિત સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.

જો વરસાદનું પ્રમાણ સતત વધશે તો નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવા માટે તૈયાર હોવાનું જણાવાયું છે.

સુત્રાપાડામાં 25 ઇંચ વરસાદ: ખેતરો-ઘરો બધુ પાણીમાં ગરકાવ: જુઓ ડ્રોન દૃશ્યોમાં પૂરની ગંભીર સ્થિતિ, તંત્ર રાહત કામગીરીમાં વ્યસ્ત

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now