પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઘાનાની મુલાકાતે છે. આજે ગુરુવારે, PM મોદીએ ઘાનાની સંસદને સંબોધવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ''હું ખૂબ જ સન્માનિત અનુભવું છું. બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો છે. વધુમાં કહ્યું કે, ''આજે આ પ્રતિષ્ઠિત ગૃહને સંબોધન કરતા મને ખૂબ જ ગર્વ થાય છે. ઘાનામાં હોવું મારા માટે સૌભાગ્યની વાત છે, આ એવી ભૂમિ છે જે લોકશાહીની ભાવનાથી રંગાયેલી છે. વિશ્વના સૌથી મોટા લોકશાહીના પ્રતિનિધિ તરીકે, હું મારી સાથે 1.4 અબજ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું. ઘાના તરફથી મળેલા સર્વોચ્ચ સન્માન માટે હું 140 કરોડ ભારતીયો વતી આભાર વ્યક્ત કરું છું.
''તમે પડકારનો ગૌરવ અને આદર સાથે સામનો કરો છો''
PM મોદીએ કહ્યું કે,''જ્યારે આપણે ઘાના તરફ જોઈએ છીએ, ત્યારે આપણે એક એવો રાષ્ટ્ર જોઈએ છીએ જે હિંમત સાથે ઉભો છે, જે દરેક પડકારનો ગૌરવ અને આદર સાથે સામનો કરે છે. સમાવિષ્ટ પ્રગતિ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાએ ઘાનાને સમગ્ર આફ્રિકન ખંડ માટે પ્રેરણાનું કેન્દ્ર બનાવ્યું છે. મિત્રો, ગઈકાલ સાંજનો અનુભવ મારા માટે અત્યંત ભાવનાત્મક હતો. તમારા રાષ્ટ્રીય સન્માનને પ્રાપ્ત કરવું મારા માટે ખૂબ ગર્વની વાત છે, જેને હું હંમેશા યાદ રાખીશ.
ભારતે ઘાના સાથે 4 MOU પર હસ્તાક્ષર
PM નરેન્દ્ર મોદી અને ઘાનાના રાષ્ટ્રપતિ જોન દ્રામાની મહામાની હાજરીમાં ભારત અને ઘાનાએ ચાર કરારો પર હસ્તાક્ષર કર્યા.
સાંસ્કૃતિક કલચર કાર્યક્રમ પર MoU
કલા, સંગીત, નૃત્ય, સાહિત્ય અને વારસામાં વધુ સાંસ્કૃતિક સમજણ અને આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે સાંસ્કૃતિક કલચર કાર્યક્રમ પર MoU થયા છે






