PM Modi 4,399 Days Record: ભારતીય રાજકારણમાં બુધવારનો દિવસ ઐતિહાસિક ક્ષણ તરીકે નોંધાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 4,399 દિવસ સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપીને દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો મહત્વપૂર્ણ રેકોર્ડ પાછળ છોડી દીધો છે. આ સિદ્ધિ સાથે તેઓ સ્વતંત્ર ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનાર ચૂંટાયેલા પ્રધાનમંત્રીબન્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી માટે નવી દિલ્હીના ભારત મંડપમમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ની વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી વચ્ચે સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને અભિનંદનોથી ગૂંજી ઉઠ્યું હતું. NDAના તમામ નેતાઓએ ઊભા રહી તાળીઓના ગડગડાટ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત અને સન્માન કર્યું હતું.
NDA નેતાઓએ તાળીઓથી કર્યું અભિવાદન
ભારત મંડપમમાં યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદી પહોંચતા જ NDAના સહયોગી પક્ષોના નેતાઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ ઊભા રહી તેમનું અભિવાદન કર્યું હતું. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીમોદીની 12 વર્ષથી વધુ લાંબી સતત રાજકીય સફર અને તેમની આગેવાનીમાં NDA સરકારની ઉપલબ્ધિઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગ NDA માટે માત્ર રાજકીય નહીં પરંતુ ઐતિહાસિક મહત્વ ધરાવતો માનવામાં આવ્યો.
કેન્દ્રિય કેબિનેટે પણ વ્યક્ત કર્યું ગૌરવ
પ્રધાનમંત્રી મોદીએ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે 4,399 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરતાં કેન્દ્રિય કેબિનેટમાં પણ તેમના સન્માનમાં વિશેષ પ્રશંસા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. કેબિનેટની બેઠક દરમિયાન મંત્રીઓ સહિત શુભેન્દુ અધિકારીએ PM મોદીને ઝાલમુરી ખવડાવી કર્યું સ્વાગત પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. સરકારના મતે આ સિદ્ધિ દેશના લોકતંત્રના ઇતિહાસમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સમાન છે.
ભારત મંડપમમાં ભેગા થયા NDAના દિગ્ગજ
NDAની આ બેઠકમાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ, ભાજપના ટોચના નેતાઓ, NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના નેતાઓ બેઠકમાં સામેલ થયા હતા. સાથે જ NDA શાસિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી હતી, જેના કારણે બેઠકને વિશેષ મહત્વ મળ્યું હતું.
12 વર્ષના શાસન અને ભવિષ્યના રોડમેપ પર ચર્ચા
સૂત્રો મુજબ NDAની બેઠકમાં માત્ર પ્રધાનમંત્રી મોદીના રેકોર્ડની ઉજવણી જ નહીં પરંતુ સરકારના આગામી રાજકીય અને વિકાસલક્ષી એજન્ડા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ગઠબંધન સરકારની 12 વર્ષની કામગીરી, વિકાસ કાર્યક્રમો, સુશાસન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કલ્યાણકારી યોજનાઓ અને આગામી ચૂંટણી સંબંધિત તૈયારીઓ બેઠકના મુખ્ય મુદ્દા રહ્યા હોવાનું માનવામાં આવે છે.
કેમ ખાસ છે 4,399 દિવસનો આંકડો?
જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ પ્રધાનમંત્રી હતા અને 1952ની પ્રથમ સામાન્ય ચૂંટણી બાદ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત 4,398 દિવસ સુધી સત્તા પર રહ્યા હતા. હવે નરેન્દ્ર મોદીએ આ આંકડો પાર કરીને ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબા સતત કાર્યકાળનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સતત ત્રણ લોકસભા ચૂંટણીમાં જનતા પાસેથી મજબૂત જનાદેશ મેળવવો અને સત્તામાં ટકી રહેવું ભારતીય રાજકારણમાં દુર્લભ સિદ્ધિ છે.
ઈન્દિરા ગાંધીનો કુલ કાર્યકાળ લાંબો, પરંતુ સતત નહીં
પૂર્વ પ્રધાનમંત્રીઇન્દિરા ગાંધીનો કુલ કાર્યકાળ 14 વર્ષથી વધુનો હતો, પરંતુ તેમનો કાર્યકાળ સતત રહ્યો ન હતો. બીજી તરફ નરેન્દ્ર મોદી 2014થી સતત પ્રધાનમંત્રીના પદ પર છે. 2019માં બીજી વખત અને 2024માં સતત ત્રીજી વખત જનાદેશ મેળવી તેમણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
દેશ-વિદેશમાંથી મળી રહ્યા છે અભિનંદન
પ્રધાનમંત્રી મોદીની આ સિદ્ધિ પર દેશ અને વિદેશમાંથી અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે. વિવિધ રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ તેમને શુભેચ્છા પાઠવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મોદીના 12 વર્ષના કાર્યકાળને સ્વતંત્ર ભારતના વિકાસ માટે મહત્વપૂર્ણ સમયગાળો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ભારતે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
NDA માટે રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ક્ષણ
વિશ્લેષકોનું માનવું છે કે આ રેકોર્ડ NDA માટે રાજકીય રીતે પણ મહત્વ ધરાવે છે. સતત ત્રણ ચૂંટણી જીત્યા બાદ હવે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ NDA આગામી વર્ષોની વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે. આ ઐતિહાસિક માઈલસ્ટોન માત્ર એક આંકડો નથી, પરંતુ છેલ્લા 12 વર્ષમાં ભારતીય રાજકારણ અને શાસનમાં આવેલા પરિવર્તનોનું પણ પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે.






