Home National Farooq Abdullah Pm Modi Jammu Kashmir Statehood Promise

જમ્મુ-કાશ્મીરને મળશે રાજ્યનો દરજ્જો : PM મોદી ટૂંક સમયમાં પૂરો કરશે વાયદો... ફારુક અબ્દુલ્લાનો મોટો દાવો

Jammu-Kashmir News
Published by: Viral Patel
Last Updated: Jun 10, 2026, 12:51 PM IST

Jammu-Kashmir News: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડૉ. ફારુક અબ્દુલ્લાએ અનંતનાગમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને ભરોસો આપ્યો છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો વાયદો પૂરો કરવામાં આવશે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ તાજેતરમાં જ ઓમર અબ્દુલ્લાને કહ્યું હતું કે કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવાનો વાયદો ટૂંક સમયમાં પૂરો થશે.

PM મોદીના '56 મોટા નિર્ણયો' : જેણે 'દેશની દિશા અને વિકાસયાત્રા'ને આપી નવી ઓળખ

જમ્મુ-કાશ્મીરને મળશે રાજ્યનો દરજ્જો?

અબ્દુલ્લાએ જણાવ્યું, "અમે માત્ર કામકાજના નિયમો નથી ઈચ્છતા, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે રાજ્યનો દરજ્જો પાછો મળે. તેમણે સમગ્ર વિશ્વ સમક્ષ વાયદો કર્યો છે કે તેઓ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરશે અને અમે તેની જ રાહ જોઈ રહ્યા છીએ." તેમણે આગળ ઉમેર્યું કે પીએમ મોદીએ તાજેતરમાં જ આ વાતનું પુનરાવર્તન કર્યું હતું. અબ્દુલ્લાએ કહ્યું, "તાજેતરમાં જ વડાપ્રધાને ઓમરને કહ્યું હતું કે હું મારો વાયદો પૂરો કરીશ."

વાયદો પૂરો થશે

નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડૉ. ફારુક અબ્દુલ્લાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વાયદો પૂરો કરવામાં આવશે અને જમ્મુ-કાશ્મીરને સમય આવ્યે રાજ્યનો દરજ્જો પાછો મળી જશે. અબ્દુલ્લાએ એ વાત પર પણ ભાર મૂક્યો કે જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત કરવા અને અસરકારક શાસન સુનિશ્ચિત કરવા માટે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો જરૂરી છે.

TMCના બળવાખોર સાંસદોની યાદી આવી સામે! : શત્રુઘ્ન સિન્હા અને યુસુફ પઠાનના નામ પણ સામેલ...

'ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે...'

અબ્દુલ્લાએ ઈરાન-અમેરિકા મામલે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું, "મને આશા છે કે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને વિશ્વમાં શાંતિ સ્થપાશે." POJK (પાકિસ્તાન હસ્તકનું જમ્મુ-કાશ્મીર) ની સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા અબ્દુલ્લાએ કહ્યું, "પાકિસ્તાનના કબજા હેઠળના અમારા કાશ્મીરમાં લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, મને આશા છે કે તે સમસ્યાઓ હલ થઈ જશે જેથી તેઓ શાંતિથી જીવી શકે." ફારુક અબ્દુલ્લાએ એક શોક સભા દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ ખ્વાજા સફદર બેગના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અનંતનાગના સરનાલ ગયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now