Home Gujarat Pilu Kutch Miracle Salvadora Culture Desert Use Rain Vitamin Farmer

રણની અજાયબી, વાગડની શાન : ફૂલ પરથી મળે છે વરસાદનો વરતારો, જાણો કેમ રણમાં પણ લીલુંછમ રહે છે આ ઝાડ?

રણની અજાયબી, વાગડની શાન
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2025, 07:18 AM IST

રણની અજાયબી અને કચ્છની ઓળખ ગણાતા પીલુ ખુબ જ ઉપયોગી છે..કહેવત છે કે વાગડ જાઉં, પીલુ ખાઉં, કચ્છના વાગડ પ્રદેશમાં થતા આ પીલુડીની ત્રણ જાત છે. જેમાં મોતીના દાણા જેવા પીળા અને જાંબલી રંગના બુલબુલ પક્ષીના પ્રિય પીલુ કચ્છમાં મુખ્યત્વ મીઠી અને કડવી જાતના થાય છે..પીલુડી કુદરતી રીતે ઊગતું એક જંગલી વૃક્ષ છે. પીલુને સાલ્વાડોરા પર્સિકા અને જાર તરીકે પણ ઓળખવામાં આવે છે. રણમાં જ્યારે તમામ ઝાડ સૂકાઈ જાય ત્યારે ત્યારે પીલુડીનું ઝાડ લીલુંછમ હોય છે. એટલા માટે જે પાલતુ પ્રાણીઓના ચારા માટે ઉત્તમ ગણવામાં આવે છે..
700 વર્ષ પહેલાં જોવા મળે છે ઉલ્લેખ
આજથી 700 વર્ષ પહેલાં બાબુલિયા સંસ્કૃતિમાં પણ પીલુડીનો ઉલ્લેખ જોવા મળે છે. ગ્રીક, રોમન સામ્રાજ્ય, પ્રાચીન મિસર સહિતની સંસ્કૃતિમાં પીલુડાના ઉપયોગનું પ્રમાણ છે. પીલુડીને સાલ્વાડોરા, ટૂથબ્રશ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફારસી, અરબી અને હિન્દીમાં એને મેશ્વાક કહેવાય છે. પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના જામનગર, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગરના ખારા પટ્ટ અને ડુંગરાળ વિસ્તારમાં પીલુડી જોવા મળે છે.. ખારી પીલુડીમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન ફળ આવે છે જે બી વગરના ચણોઠીના દાણા જેવડાં હોય છે. જ્યારે બી વાળી મીઠી પીલુડીના ફળ માર્ચ-એપ્રિલ પછી આવે છે.જેને સૂકવીને વર્ષ દરમિયાના ખાઈ શકાય છે.
આ ઝાડ આપે છે વરસાદનો વરતારો
બહોળો અનુભવ ધરાવતા લોકો પીલુડાના ઝાડ પર લાગતા ફૂલ પરથી આગામી ચોમાસા અંગે વર્તારો બાંધે છે. જો ઝાડ ફૂલથી લચી પડે તો ચોમાસું સારું રહે તેવું અનુમાન રહે છે. ઉનાળામાં રણ પ્રદેશમાં પાલતુ પ્રાણી અને પક્ષીઓના જીવનો આધાર બની રહે છે પીલુડી..પીલુડીના બીમાંથી તેલ પણ કાઢવામાં આવે છે. પીલુડીમાં એક જાતનું રસાયણ છે જે દાંત અને પેઢાને મજબૂત બનાવે છે તેમજ સડો થતો અટકાવે છે. એટલા માટે જ અનેક ટૂથપેસ્ટ બનાવતી કંપનીઓ તેમની પેસ્ટમાં પીલુડીનામ પાંદડાનો ઉપયોગ કર્યાનો દાવો પણ કરે છે. પીલુમાં કૅલ્સિયમનું પ્રમાણ ઊંચું હોવાથી લૂથી બચાવે છે. જ્યારે મીઠી પીલુડીનો રસ સ્કર્વી નામા રોગથી બચાવે છે.
એક કિલોના 300થી 500 રૂપિયા ભાવ
ભારત, અરબ અને આફ્રીકાના લોકો હજારો વર્ષોથી પીલુડીના ડાળીઓ, મૂળનો ઉપયોગ દાંતણ તરીકે પણ કરતા આવ્યા છે. પીલુડીના ઝાડના ફૂલ, પાંદડા, મૂળ, છાલ અને લાકડાનો ડિટર્જન્ટ તેલ કાઢવામાં ઉપયોગ થાય છે. લાલ, પીળા, જાંબલી પીલુમાં રહેલા વિટામિન, કાર્બોહાઈડ્રેડસ લૂથી બચાવે છે. પીલુ તોડનારા લોકોના મતે આ ફળ માત્ર એક મહિના સુધી હોય છે. ત્યારે બજારમાં આ દુર્લભ ફળના એક કિલોના 300થી 500 રૂપિયા ભાવ મળે છે..વર્ષ દરમિયાના ઉપયોગ કરવા માટે પીલુને ભેગા કરી સૂકવીને રાખી મૂકવામાં આવે છે..

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now