Home Gujarat Pil In Hc Regarding 27 Percent Reservation In Gram Panchayat Municipal Elections

ગ્રામપંચાયત,નગરપાલિકાની ચૂંટણીમાં 27 ટકા અનામત મામલે HCમાં PIL : દિનેશ બાંભણિયાએ કહ્યું ''સુપ્રીમ કોર્ટેના ચુકાદાથી વિપરીત છે''

ગ્રામપંચાયત,નગરપાલિકાની ચૂંટણીમાં 27 ટકા અનામત મામલે HCમાં PIL
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 04:29 PM IST

ગુજરાતમાં યોજાયેલી ગ્રામપંચાતની અને નગરપાલિકાની ચૂંટણીમાં રાજ્ય સરકાર દ્વારા લાગુ કરેલા 27 ટકા અનામત મામલે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાભણિયાએ ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ''ગ્રામપંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય સરકારે લાગુ કરેલા 27% અનામત સુપ્રીમ કોર્ટેના ચુકાદાથી વિપરીત હોય, આ નિર્ણયને પડકારતી અરજી આજે મે નામદાર હાઈકોર્ટે ગુજ. ચીફ જસ્ટિસની કોર્ટેમાં PIL થી દાખલ કરી છે. આજે વકીલની દલીલ બાદ આગામી સુનાવણી 8 ઓગસ્ટ 2025ના રોજ રાખવામાં આવી છે''


''...પડકારતી અરજી અમે નામદાર હાઈકોર્ટમાં કરી''
દિનેશ બાભણિયાએ કહ્યું કે, ''નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાના વિરૂદ્ધમાં જઈને ગુજરાત સરકાર દ્વારા ઝવેરી કમિશનના રિપોર્ટને પ્બલીશ કર્યા વિના ઓવર ઓલ 27 ટકા અનામત રાજ્ય સરકારે ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓમાં દાખલ કર્યું છે, જેને પડકારતી અરજી અમે નામદાર હાઈકોર્ટમાં કરી છે''

''અમારી માંગણી છે કે...''

વધુમાં દિનેશ બાભણિયાએ કહ્યું કે, ''અમારી માંગણી છે કે આ ઓલ ઓવર રિઝર્વેશન લાગુ કરવાની સુપ્રિમ કોર્ટ નહી કીધું, બીજી બાબત એ છે કે, ઝવેરી કમિશને જે વસતી આંકડા ડિજિટમાં રજૂ કરવાના હતા એ નથી કર્યા અને ફક્ત અને ફક્ત કમિશનના ભલામણના આધેર આ રીપોર્ટ લાગુ કરવામાં આવ્યું છે, જેની આજે સુનાવણી થઈ છે અને આગામી સમયમાં પણ તેની સુનાવણી હાથ ધરવામાં આવશે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now