Home National Petrol Diesel Price Today India Crude Oil Fall Fuel Rates Update Gujarati News

પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર : કેટલાક શહેરોમાં રાહત, તો ક્યાંક થયો વધારો, જાણો અમદાવાદમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ

પેટ્રોલ ભરાવવા પેટ્રોલ પંપ પર લાગેલી લાઈનની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Jun 24, 2026, 06:20 AM IST

નવી દિલ્હી: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય લોકોના માસિક બજેટ પર સીધી અસર કરતા હોવાથી દરરોજ સવારે જાહેર થતા નવા દરો પર કરોડો લોકોની નજર રહેતી હોય છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 24 જૂન માટે પેટ્રોલ અને ડીઝલના તાજા ભાવ જાહેર કર્યા છે. આજે દેશના મોટા ભાગના શહેરોમાં ઇંધણના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, જોકે કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નાનો ઘટાડો અને વધારો નોંધાયો છે.

છેલ્લા કેટલાક અઠવાડિયાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવ, ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો તેમજ હોર્મુઝ જળમાર્ગની સ્થિતિને કારણે વૈશ્વિક તેલ બજાર સતત ચર્ચામાં રહ્યું છે. જોકે હવે કેટલીક સકારાત્મક ઘટનાઓના કારણે કાચા તેલના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે, જેના કારણે ભારતીય ગ્રાહકોમાં પણ આશા જાગી છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે.

આ પણ વાંચો: ‘ઈથેનોલવાળું પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત’ : સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

ગુજરાતનાં મોટા શહેરોનો આજનો પેટ્રોલ ડીઝલનો ભાવ

  • અમદાવાદમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 101 રૂપિયા અને 83 પૈસા છે.

  • અમદાવાદમાં ડીઝલનો એક લિટરનો ભાવ 97 રૂપિયા અને 92 પૈસા છે.

  • સુરતમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 101 રૂપિયા અને 07 પૈસા છે.

  • સુરતમાં ડીઝલનો એક લિટરનો ભાવ 97 રૂપિયા અને 82 પૈસા છે.

  • વડોદરામાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 101 રૂપિયા અને 46 પૈસા છે.

  • વડોદરામાં ડીઝલનો એક લિટરનો ભાવ 97 રૂપિયા અને 57 પૈસા છે.

  • રાજકોટમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 101 રૂપિયા અને 27 પૈસા છે.

  • રાજકોટમાં ડીઝલનો એક લિટરનો ભાવ 97 રૂપિયા અને 44 પૈસા છે.

  • ગાંધીનગરમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ 102 રૂપિયા અને 1 પૈસો છે.

  • ગાંધીનગરમાં ડીઝલનો એક લિટરનો ભાવ 98 રૂપિયા અને 13 પૈસા છે.

દેશના મુખ્ય શહેરોમાં શું છે આજના ભાવ?

રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 102.12 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 95.20 રૂપિયા પ્રતિ લિટર યથાવત રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલ 111.21 રૂપિયા અને ડીઝલ 97.83 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 113.47 રૂપિયા અને ડીઝલ 99.82 રૂપિયા પ્રતિ લિટર છે.

ચેન્નાઈમાં પેટ્રોલ 107.76 રૂપિયા અને ડીઝલ 99.55 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ શહેર બેંગલુરુમાં આજે વાહનચાલકોને થોડી રાહત મળી છે. અહીં પેટ્રોલના ભાવમાં 75 પૈસાનો ઘટાડો થતાં તે 110.93 રૂપિયા પ્રતિ લિટર થયો છે. ડીઝલના ભાવમાં પણ 76 પૈસાનો ઘટાડો નોંધાયો છે અને હવે તે 98.80 રૂપિયા પ્રતિ લિટરે ઉપલબ્ધ છે.હૈદરાબાદમાં પેટ્રોલ 115.69 રૂપિયા અને ડીઝલ 103.82 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. આ શહેર દેશના સૌથી મોંઘા ઇંધણ ધરાવતા મહાનગરોમાં સામેલ છે.

આ પણ વાંચો: ત્રિશાએ ખાસ તસવીર શેર કરી CM વિજય સાથે : અભિનેત્રી ત્રિશાએ બર્થડે પોસ્ટ શેર કરી અફવાઓનો અંત આણ્યો

ગુરુગ્રામ, નોઈડા અને અન્ય શહેરોમાં સ્થિતિ

રાષ્ટ્રીય રાજધાની વિસ્તારના શહેરોમાં પણ ભાવ લગભગ સ્થિર રહ્યા છે. ગુરુગ્રામમાં પેટ્રોલ 102.97 રૂપિયા અને ડીઝલ 95.64 રૂપિયા પ્રતિ લિટર છે. નોઈડામાં પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 95.56 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

ચંડીગઢમાં પેટ્રોલ 101.54 રૂપિયા અને ડીઝલ 89.47 રૂપિયા પ્રતિ લિટર છે. જયપુરમાં પેટ્રોલ 113.35 રૂપિયા અને ડીઝલ 98.39 રૂપિયા પ્રતિ લિટર નોંધાયું છે. ભુવનેશ્વરમાં પેટ્રોલ 108.97 રૂપિયા અને ડીઝલ 100.68 રૂપિયા પ્રતિ લિટર છે.

લખનૌમાં આજે સામાન્ય ગ્રાહકોને થોડો વધારાનો બોજો સહન કરવો પડ્યો છે. અહીં પેટ્રોલના ભાવમાં 16 પૈસા અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. પરિણામે પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 95.56 રૂપિયા પ્રતિ લિટર થયું છે.

બીજી તરફ પટનામાં રાહત જોવા મળી છે. અહીં પેટ્રોલના ભાવમાં 17 પૈસાનો ઘટાડો થતાં તે 113.37 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યું છે, જ્યારે ડીઝલના ભાવમાં 18 પૈસાનો ઘટાડો થઈ 99.36 રૂપિયા પ્રતિ લિટર નોંધાયું છે.

આ પણ વાંચો: પદ્મ પુરસ્કાર 2026 : રોહિત શર્મા, આર માધવનથી લઈ અલ્કા યાજ્ઞિક સુધી, દેશના 65 દિગ્ગજોને રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે મળ્યું સન્માન

છેલ્લા વધારા બાદ સ્થિર છે ભાવ

નોંધનીય છે કે ગયા મહિને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 7.5 રૂપિયા પ્રતિ લિટરનો મોટો વધારો કર્યો હતો. તે વધારા બાદથી દેશભરમાં ઇંધણના ભાવમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ કારણે સામાન્ય ગ્રાહકો અને પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સતત આશા રાખી રહ્યા છે કે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ ઘટતા હવે સ્થાનિક સ્તરે પણ રાહત મળી શકે. જોકે ઓઈલ કંપનીઓ ભાવ નક્કી કરતી વખતે આંતરરાષ્ટ્રીય ભાવો ઉપરાંત વિનિમય દર, કરવેરા અને અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લેતી હોવાથી તાત્કાલિક ઘટાડાની શક્યતા અંગે સ્પષ્ટતા નથી.

ઈરાનને મળેલી છૂટછાટથી કાચા તેલના ભાવમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 24 કલાક દરમિયાન કાચા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓમાં પ્રારંભિક પ્રગતિના સંકેતો મળ્યા બાદ બજારમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો છે.

અમેરિકાએ ઈરાનને મર્યાદિત સમય માટે કેટલીક તેલ સંબંધિત છૂટછાટો આપવાની તૈયારી દર્શાવી હોવાના અહેવાલો બાદ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે. આ ઉપરાંત હોર્મુઝ જળમાર્ગમાંથી તેલ ટેન્કરોની અવરજવર પણ ધીમે ધીમે સામાન્ય થવા લાગી છે.

હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાંનું એક ગણાય છે. વિશ્વના મોટા ભાગના કાચા તેલનો પુરવઠો આ માર્ગ મારફતે થાય છે. અહીં કોઈપણ પ્રકારનો તણાવ વૈશ્વિક તેલ બજારને સીધી અસર કરે છે.

બ્રેન્ટ ક્રૂડ અને WTIમાં નરમાઈ

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડના ઓગસ્ટ કોન્ટ્રાક્ટના ભાવમાં આશરે 0.45 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે 76.73 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો છે. બીજી તરફ અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડના ભાવમાં 0.48 ટકાનો ઘટાડો થતાં તે 72.86 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now