Petrol Diesel Price on 9 May 2026: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત થતી વધઘટ વચ્ચે ભારતીય તેલ કંપનીઓએ આજે, 9 મે 2026ના રોજ પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ જાહેર કરી દીધા છે. સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે આજે પણ રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. જોકે, રાજ્યોમાં લાગતા વેટ (VAT) અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટના કારણે અલગ-અલગ શહેરોમાં કિંમતોમાં મામૂલી તફાવત જોવા મળી શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ સીધી રીતે સામાન્ય માણસના ખિસ્સા અને મોંઘવારી પર અસર કરે છે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરે રશિયા-યુક્રેન સંઘટ અને મધ્યપૂર્વમાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. તેમ છતાં, ભારતમાં તેલ માર્કેટિંગ કંપનીઓએ ભાવ સ્થિર રાખીને ગ્રાહકોને મોટી રાહત આપી છે. ચાલો જાણીએ ગુજરાતના મુખ્ય શહેરો સહિત દેશના મહાનગરોમાં આજે શું ભાવ બોલાઈ રહ્યા છે.
SBIના નફામાં 24% નો બમ્પર ઉછાળો છતાં માર્કેટમાં ધબડકો!: સેન્સેક્સ-નિફ્ટીમાં ગાબડું, જાણો હવે તમારા પૈસાનું શું થશે
ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
ગુજરાતમાં સ્થાનિક કરવેરાના આધારે વિવિધ જિલ્લાઓમાં ભાવ અલગ-અલગ હોય છે. આજે રાજ્યના મુખ્ય શહેરોમાં અંદાજિત ભાવ નીચે મુજબ છે:
અમદાવાદ: પેટ્રોલ ₹94.44 અને ડીઝલ ₹90.11 પ્રતિ લિટર
સુરત: પેટ્રોલ ₹94.31 અને ડીઝલ ₹89.98 પ્રતિ લિટર
રાજકોટ: પેટ્રોલ ₹94.20 અને ડીઝલ ₹89.88 પ્રતિ લિટર
વડોદરા: પેટ્રોલ ₹94.05 અને ડીઝલ ₹89.72 પ્રતિ લિટર
દેશના ચાર મહાનગરોમાં સ્થિતિ
ભારતના મુખ્ય મેટ્રો શહેરોમાં ઈંધણના ભાવ સ્થિર રહ્યા છે:
દિલ્હી: પેટ્રોલ ₹94.72, ડીઝલ ₹87.62 પ્રતિ લિટર
મુંબઈ: પેટ્રોલ ₹104.21, ડીઝલ ₹92.15 પ્રતિ લિટર
કોલકાતા: પેટ્રોલ ₹103.94, ડીઝલ ₹90.76 પ્રતિ લિટર
ચેન્નાઈ: પેટ્રોલ ₹100.75, ડીઝલ ₹92.34 પ્રતિ લિટર
આ IPOએ લિસ્ટિંગમાં જ રોકાણકારોના નાણાં ડબલ કર્યા: જાણો કેટલા રૂપિયાનો થયો નફો
દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે કિંમતો
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ફોરેન એક્સચેન્જ રેટની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધારે કિંમતો નક્કી કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOCL) કિંમતોની સમીક્ષા કર્યા બાદ નવા રેટ જાહેર કરે છે.
ઘરે બેઠા આ રીતે જાણો તમારા શહેરના ભાવ
તમે માત્ર એક SMS દ્વારા તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ જાણી શકો છો.
Indian Oil: RSP <સિટી કોડ> લખીને 9224992249 પર મોકલો.
BPCL: RSP <સિટી કોડ> લખીને 9223112222 પર મોકલો.
HPCL: HPPRICE <સિટી કોડ> લખીને 9222201122 પર મોકલો.





