Home Gujarat People Of These Districts In Gujarat Should Be Careful Red Orange Alert For Heavy Rain Situation For The Next 48 Hours

ગુજરાતીઓ સાવધાન! : આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, અહીં વરસાદને લઈ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ

ગુજરાતીઓ સાવધાન!
Published by: OBS Bureau
Last Updated: Jun 24, 2025, 02:51 PM IST

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાતના મહિસાગર, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, દાદરા અને નગર હવેલી, દમણ, વલસાડ જિલ્લાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 30 જૂન સુધી હવામાન વરસાદી રહેવાની ધારણા છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે 25 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

હવામાન વિભાગે 25 જૂને જ ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. ભારે વરસાદને કારણે સુરત અને વલસાડ શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં હળવાથી મધ્યમ રસાદની સંભાવના છે. અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now