Home Gujarat People Of Khambhat In Fear Of Sudden Ocean Water Rise 4257010e F870 49f8 86a3 Aee79ce5d2bb 4257010e F870 49f8 86a3 Aee79ce5d2bb 4257010e F870 49f8 86a3 Aee79ce5d2bb 4257010e F870 49f8 86a3 Aee79ce5d2bb

શું ખંભાતને ગળી જશે દરિયો? : અચાનક 7 કિલોમિટર આવી ગયો દરિયો, લોકોનાં જીવ તાળવે ચોટ્યાં

શું ખંભાતને ગળી જશે દરિયો?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2025, 06:58 AM IST

આણંદ જીલ્લાનાં ખંભાતનાં દરિયાની ભરતીમાં અચાનક જ ભરતી જોવા મળતાં દરિયો શહેરથી 5 થી 7 કીમી નજીક આવી ગયો છે. આ ઘટનાં 40 વર્ષનાં ઈતિહાસ બાદ સર્જાઈ છે. થોડી જ મિનીટોમાં દરિયાનું પ્રવાહ એકાએક આવી જતાં આસપાનાં ગ્રામજનોનાં જીવ તાળવે ચોટ્યાં છે. હાલની સ્થિતીને જોતાં લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં હુજ પણ ભરતી આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે હાલ આ ઘટનાં ગ્લોબ્લ વોર્મિગનાં કારણે સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેનાં પગલે હાલ દરિયા કિનારે લોકોને નહિં આવવા માટે કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. 

મળતી માહિતી અનુસાર, આ વાત છે આણંદનાં ખંભાતનાં દરિયાની કે જ્યાં 40 વર્ષ બાદ ફરી દરિયામાં ભરતી આવતાં ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. દરિયાનો પ્રવાહ આવતાં ભેંખડો ધસી પડી છે. તો બીજી તરફ ભરતી-ઓટની પ્રક્રિયાનાં કારણે સમયાંતરે દરિયાનાં પાણી રહેણાંક વિસ્તારો તરફ ધસી આવતાં હોવાનું જોવા મળે છે. જેનાં પગલે ખંભાત શહેર સહિત 14 ગામોમાં દરિયાના પાણી વર્ષો બાદ પરત ફર્યા છે. ત્યારે રાધારી વિસ્તારમાંથી દરિયો અગાઉ 6થી 7 કિ.મી. દૂર હતો. જેથી દરિયાનાં પાણી જોવા માટે ત્યાં સુધી જવું પડતું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દરિયાના પાણી રાધારી વિસ્તાર નજીક આવી પહોંચ્યાનું જોવા મળી રહ્યું છે. રાધારી વિસ્તારમાં માટીની ભેખડોમાં ભરાતા દરિયાના પાણીના કારણે ભેખડો પાણીમાં ધસી રહી છે. દરિયાના પાણીના કારણે ભેખડોનું ધોવાણ થઈ રહ્યું છે.

અહેવાલો અનુસાર, ગુજરાતના દરિયાકાંઠે વધતા દરિયાઈ સપાટીના તાપમાનને ધોવાણને વેગ આપવાના મુખ્ય પરિબળ તરીકે જોડવામાં આવ્યું છે. વર્ષ 1860 અને 2020ના ડેટાએ કચ્છના અખાત, ખંભાતના અખાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ધીમે ધીમે દરિયાઈ સપાટીના તાપમાનમાં વધારો દર્શાવ્યો હતો, જેમાં ખંભાતના અખાતમાં 1.5 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો.

દરિયા કિનારે આવતા લોકોને એલર્ટ કરાયા

ખંભાતનાં દરિયામાં છેલ્લા કેટલાક દિવસોથી  ભરતી અને ઓટ સમયે ભેખડો ધસી રહી છે. જેના કારણે ૩૦ ફુટ ઊંડાઇમાં પાણીના સ્ત્રોત વહી રહ્યાનું જાણવા મળતાં પ્રાંત અધિકારી, પાલિકા પ્રમુખ સહિતનાં પદાધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. તેમજ સાવધાનીના ભાગરુપે પ્રવાસીઓ, શહેરીજનો દરિયા તરફ ન જવા આદેશ કર્યો છે. તેમજ દરિયા કિનારે સૂચના બોર્ડ પણ લગાવ્યાં છે. ઉપરાંત તટ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. 

માછીમારોને દરિયો ન ખેડવા સલાહ 

તો બીજી તરફ ભેખડો ધસી પડતી જોવા મળી રહી છે. તો આગામી દિવસોમાં પણ ભરતી આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. જેનાં કારણે હજું પણ ભેખડો ધસી પડે તેવું પણ હાલ લાગી રહ્યું છે. જેનં કારણે કોઈ મોટી દુર્ઘટનાં સર્જાતી રોકી શકાય તે માટે માછીમારોને દરિયો નાં ખેડવા માટે અપીલ કરી છે અને દરિયા નજીક પણ ન જવા સલાહ સ્થાનિક તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. 

ખંભાત બંદર ફરી જીવંત બનશે ખરૂં?

ગ્લોબલ વોર્મિગની ઉભી થયેલ સમસ્યા હાલ તાપમાનમાં એકાએક ફેરફારની અસરરૂપે દરિયામાં વર્તાઇ છે. જેનાં કારણે દરિયાએ વહેણ બદલતા ભરતી સાથે દરિયા વિસ્તારની ભેખડો ધસી પડવાની બાબતો જોવા મળી રહી છે. આગામી સમયમાં વહેણ વધુ આગળ ધપશે તો કેવી સ્થિતિ સર્જાશેની ચિંતાઓની સાથોસાથ ખંભાતવાસીઓમાં પુન: ખંભાત બંદર જીવંત બનશેની આશાઓ પણ જાગી છે.

એક સમયે 72 દેશનાં વાવટા ફરકતાં

નવાબી નગરી ખંભાતનાં દરિયા કિનારે એક સમયે 72 દેશોનાં વાવટા ફરકતા અને વિશ્વભરનાં વેપારીઓ જહાજ ભરીને ખંભાતનાં અખાતના દરિયા કિનારે આવતા હતા. ત્યારે વિશ્વમાં મહત્વનાં બંદર તરીકે ખંભાતની જાહોજહાલી હતી. પરંતુ કાળક્રમે ખંભાતનાં દરિયામાં કાંપ પુરાણનાં કારણે ધીમે ધીમે દરિયો દુર થતો ગયો અને ખંભાતથી દરિયો સાત કિલોમીટર જેટલો દુર થઈ ગયો હતો. અને તેની સાથે જ ખંભાતની જાહોજહાલી અને બંદર પણ ભાંગી પડ્યા હતા.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now