Home Gujarat Patients Relatives Beat Him Up At Rajkot Civil Hospital

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાએ કરી મારામારી : ડોક્ટરને પછાડી પછાડી માર માર્યો, તબીબી જગતમાં રોષ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાએ કરી મારામારી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 04:55 AM IST

Rajkot Civil Hospital Brawl : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં એક દર્દીના પરિવારજનોએ ડોક્ટર પર ગંભીર રીતે મારામારી કરી હતી. ન્યૂરો સર્જન વિભાગમાં ફરજ પર હાજર ડોક્ટર પાર્થ પંડ્યા પર દર્દીના પરિવારે ઉગ્ર બનીને હુમલો કર્યો હતો. ઘટનાના કારણે હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી અને તણાવનો માહોલ સર્જાયો હતો.

ડોક્ટર પાર્થ પંડ્યાને પછાડી પછાડી માર માર્યો

મળતી માહિતી મુજબ, સારવારને લઈને થયેલા વિવાદ બાદ દર્દીના પરિવારજનોએ ડોક્ટર પાર્થ પંડ્યાને પછાડી પછાડી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ડોક્ટર પર હિસકારો હુમલો કરવામાં આવ્યો. ડોક્ટર પર થયેલી આ મારામારી બાદ મામલો વધુ ગરમાયો હતો અને અન્ય સ્ટાફ તથા સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા હતા.

તબીબી જગતમાં ભારે રોષ

ડોક્ટર પર હુમલાની ઘટના સામે આવતા તબીબી જગતમાં ભારે રોષ જોવા મળ્યો છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો અને સ્ટાફની સુરક્ષા અંગે ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now