Gandhinagar News: વર્ષ 1995 પછીની સરકારો દ્વારા ઘેડ વિસ્તારની સતત ઉપેક્ષા, સિંચાઈ વિભાગ અને R & B વિભાગની ભ્રષ્ટાચારયુક્ત નીતિના કારણે 1995 પહેલા જે ઘેડ વિસ્તાર માત્ર 35 થી 40 હજાર હેકટર વિસ્તારોમાં જ સીમિત હતો તે આજે 2 લાખ હેકટરમાં વિસ્તાર પામ્યો છે. 1995 પહેલાની સરકાર દ્વારા ઉભી કરેલી ""ઘેડ વિકાસ સમિતિ" ને સરકારે જ કાગળ પર સીમિત કરી દેવામાં આવી જેના કારણે દર વર્ષે નદીઓ સાફ કરવી, જ્યાં નદીઓ તૂટે તેને એ જ વર્ષે વિના વિલંબે રીપેર કરવી, પ્રોટેક્શન વોલ ઉભી કરવી વગેરે કામગીરી માત્ર કાગળ પર થવા લાગી 1995 પહેલા ઘેડ વિકાસ સમિતિ દ્વારા શિયાળુ ચણાના પાકમાં સરકારી ખર્ચે હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવતો, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનતા તમામ રોડને 1 મીટર ઊંચાઇ પર નહિ પરંતુ ઘેડના તમામ ગામના રોડને જમીન સપાટી બરાબર બનાવવાનો નિર્ણય 1995 પહેલાની સરકારોએ લીધો હતો તેની જગ્યાએ બુધ્ધિનું દેવાળું ફૂંકતા હોય તેમ અત્યારે ઘેડ બગસરા થી કાસાબળ ગામ વચ્ચે બનતા રોડને જમીન સપાટીથી 4 થી 5 મીટર ઊંચો બનાવવામાં આવી રહ્યો છે મતલબ સાફ છે સરકાર ત્યાં રોડ નહીં પણ ચાર - પાંચ મીટર ઊંચો ડેમ બનાવી રહી છે એવી જ રીતે સોમનાથ - પોરબંદર - દ્વારકા નેશનલ હાઇવે જે બનાવ્યો છે તે નેશનલ હાઇવે નહિ પણ એક પ્રકારનો ડેમ જ તૈયાર કરવામાં આવ્યો છે.
ગત વર્ષે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ઘેડ વિસ્તારના લોકોને સાથે રાખી જૂનાગઢ - જામનગર કલેક્ટરને, કુતિયાણા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કર્યા બાદ ઘેડ વિકાસ સમિતિના નેજા હેઠળ ""ખેડૂત મહા પંચાયત"" કરવામાં આવી જેના કારણે સરકારને ઘેડ વિસ્તાર તરફ જોવાની ફરજ પડી અને સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માન્ડવીયા હરકતમાં આવ્યા સૌ પહેલા તેમણે જાહેર કર્યું કે 180 કરોડનો પ્રોજેકટ તૈયાર થયો છે ને કામગીરી ચાલુ કરવામાં આવશે ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ અનેક સવાલો કર્યા તો પછી મનસુખભાઇ એ વાત ફેરવી તોડી ને કહ્યું કે બે કંપનીઓને કામ સોંપ્યું છે ઘેડના પ્રાણ પ્રશ્નનું નિરાકરણ કરવા તેનું સર્વે કરવાં માટે ત્યારે પણ તેની ખરાઈ કરવામાં આવી તો ખબર પડી કે 180 કરોડ નહિ માત્ર 4 કરોડ 73 લાખમાં સર્વેની કામગીરી કરવામા આવી રહી છે.
જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા એ વિધાનસભાના ફ્લોર પરથી પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી કે ઘેડ વિસ્તાર માટે જે કંપની કરતી હતી તેનો અહેવાલ આવી ગયો છે ને તેના અહેવાલના આધારે ઘેડ વિસ્તારના પ્રાણપ્રશ્ન હલ કરવા માટે સરકાર દ્વારા 1500 કરોડ ફાળવ્યા છે ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માન્ડવીયા મેદાને આવ્યા તેમણે પણ 1500 કરોડ ફાળવ્યાની જાહેરાત કરી પછી તો ધારાસભ્ય, સિંચાઈ મંત્રી, કેન્દ્રીય મંત્રી એમ એક પછી એક માત્ર જાહેરાતો કરવા પ્રેસ કોન્ફરન્સ કરવા લાગ્યા જાણે ઘેડ વિસ્તારના લોકો પર મોટો ઉપકાર કર્યો હોય એમ પણ કોઈપણ એક મંત્રી કે ધારાસભ્ય એ તકલીફ જ ન લીધી કે જમીન પર ખરેખર કેટલું કામ થઈ રહ્યું છે ને કેવીરીતે થઈ રહ્યું છે હદ તો ત્યારે થઈ કે જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માન્ડવીયા, રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા એ એકીસુરે કહ્યું કે 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે ને તે પૈકી 139 કરોડના કામોના તો ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ એ ટેન્ડર પણ મંજુર થઈ ગયા છે જ્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ અને ઘેડ વિકાસ સમિતિ દ્વારા આ વાતની ખરાઈ કરતા ખબર પડી કે 139 કરોડના કામો સામે માત્ર 37 - 38 કરોડના કામો માટે જ ટેન્ડર મંજુર થયા છે મતલબ સાફ છે કે સરકાર 100 કરોડનું જુઠ્ઠાણું ફેલાવી રહી છે જે 37 - 38 કરોડના કામોના ટેન્ડર મંજુર થયા તે પૈકી ઘેડ વિસ્તારના તો માત્ર 10 થી 15 કરોડના જ કામો થાય છે બાકીના કામો તો જે દર વર્ષે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરી થાય છે તેને પણ ઘેડના કામો આ સરકાર ગણાવી રહી છે સરકારના સિંચાઈ વિભાગ દ્વારા જાણે બુધ્ધિનું દેવાળું ફૂંકતા હોય તે રીતે આ 10 - 15 કરોડના કામો એવી જગ્યા એ કરવામાં આવી રહયા છે કે ઘેડ વિસ્તારના પ્રાણપ્રશ્નનું એમાં નિરાકરણ ન આવે જ્યાં નદીઓ તૂટેલી હોય તેને પહેલા રીપેર કરવી જોઈએ તેની જગ્યાએ સરકાર તળાવો ઊંડા કરવાનું કામ કરી રહી છે ભાદર નદી પર આવેલ વેકરી ગામનો પાળો છેલ્લા 7 વરસથી તૂટેલો છે તેને રીપેર કરવાનું કામ પહેલા કરવું જોઈએ આ તૂટેલી નદી રીપેર ન થવાના કારણે માણાવદર તાલુકાના વેકરી, વડા, સરાડીયા, ભિંડોરા, વાડાસડા, ઈન્દ્રા, મરમઠ, દેશીંગા, ચિખ્લોદ્રા, કુતિયાણા તાલુકાના કંટોલ, માંડવા, થેપડા, કટવાણા, મોડદર, કવલકા, ધરસન, પંસવારી ગામો દર વર્ષે બેટમાં ફેરવાઈ જાય છે એવી જ રીતે ભાદર નદી પર જ થેપડા ગામ પાસે ભાદર નદીના પુલ પાસે જે પાળો તૂટ્યો તેને રીપેર કરવામાં આવ્યો નથી.
એવી જ રીતે ચીખલોદરા - પસવારી સીમમાં જ્યાં ભાદર નદી દર વર્ષે ફલાંગી જાય છે તે રીપેર કરવામાં આવ્યો નથી તેમ જ મહિયારી પાસે બોબડી નદી પર માઇનોર બ્રિજ છે જેના કારણે તેમાં જાળી ઝાંખરા ભરાઈ જવાના કારણે આ પુલ ડેમ બની જાય છે તેને મોટો પુલ કરવો જોઈએ જે કામ આજે પણ થતું નથી. પસવારી પાસે ભાદર કાંઠો ગયા વર્ષે જ તૂટ્યો તેને રીપેર હજુ સુધી કરવામાં આવ્યો નથી. એવી જ રીતે બામણાસા, ઓસા, કોયલાણા પાસે નદીઓ તૂટેલી છે તેને રિપેર કરવામાં આવી નથી જેના કારણે હજારો હેકટરમાં પાણી ભરાવની સ્થિતિ ઉભી થાય છે એવી જ રીતે વર્તુ નદી ગોરાણા ગામે પાસે તૂટેલી છે જેના કારણે લગભગ 10 થી 15 ગામ બેટમાં ફેરવાઈ જાય છે એવી જ રીતે દ્વારકા અને પોરબંદર જિલ્લાની સરહદ પર પસાર થતી વર્તુ નદી ગોરાણા ગામ પાસે છેલ્લા 8 વરસથી તૂટેલી છે જે આજે પણ રીપેર કરવામાં આવી નથી.
ઘેડ વિસ્તારોમાં આજે પણ 10 થી 12 નદીઓ ઓછામાં ઓછા 35 થી 40 જગ્યાએ તૂટેલી હાલતમાં છે જેને પ્રાથમિકતા આપી તે રીપેર કરવાનું કામ પહેલા કરવું જોઈએ તે નદીઓ રીપેર કરવામાં આ 10 - 15 કરોડના મંજુર થયેલા ટેન્ડરમાં સમાવેશ થતો નથી. કોઈપણ અભણ માણસને પૂછો કે તમારા ખેતરમાં તમે જ્યારે પિયત કરતા હોવ ત્યારે ધોરીયો અને ક્યારો બન્ને એકસાથે તૂટે તો પહેલા કોને રીપેર કરો તો જવાબ મળશે કે પહેલા ધોરીયો જ રીપેર કરાય એવી જ રીતે ધોરીયા સમાન આ તૂટેલી નદીઓ જ પહેલા રીપેર કરવી જોઈએ તે છેલ્લા 7 - 7 વરસથી કરવામાં આવતી નથી. આશ્ચર્યજનક વાત તો એ છે કે આ નદીઓ રિપેર કરવાનું કામ સરકાર દ્વારા ચોમાસુ પૂરું થયા પછી તરત જ ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં ચાલુ કરી દેવું જોઈએ તેની જગ્યાએ મેં મહીનાની 15 તારીખથી કરવામાં આવ્યું છે જેના કારણે કામ ચાલુ કરે એક મહિના પછી વરસાદ આવે બધું કામ પુરમાં તણાઈ જાય અને બિલ બની જાય આ રીતે કામ કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માન્ડવીયા, રાજ્યના કેબિનેટ સિંચાઈ મંત્રી કુંવરજી ભાઈ બાવળિયા અને ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા એ ત્રણ ત્રણ પ્રેસ કોન્ફરન્સ કરી પણ ત્રણમાંથી એકપણ નેતાએ જેતપુર ડાંઈંગ ઉદ્યોગ દ્વારા નદીઓમાં છોડવામાં આવતા કેમિકલ કચરા બાબતે એક શબ્દ પણ ઉચાર્યો નહિ. આ ત્રણેય નેતાઓ શું જેતપુર ડાંઈંગ ઉદ્યોગકારોથી ડરી રહયા છે કે તેમને પણ હપ્તા મળી રહયા છે ??? સરકારમાં સામાન્ય જ્ઞાનનો છાંટો પણ હોય તો સૌ પહેલા આ તૂટેલી નદીઓને રીપેર કરવી જોઈએ જો આ નદીઓ ચોમાસા પહેલા રીપેર કરવામાં આવે તો ઘેડના ઓછામાં ઓછા 100 ગામો બેટમાં ફેરવાતા અટકશે, ઓછામાં ઓછા 1 લાખ હેકટરમાં જે પાણી ભરાવની સ્થિતિ ઉભી થાય છે તે અટકશે.






