આ દિવસોમાં પાકિસ્તાનમાં પૂરને કારણે ખરાબ હાલત છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક રૂંવાટી ઉભી કરે તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક પાકિસ્તાની પત્રકાર પાણીમાં ગળા સુધી ઉભા રહીને રિપોર્ટિંગ કરતો જોઈ શકાય છે. પૂરનું રિપોર્ટિંગ કરતી વખતે તે પાણીમાં ડૂબવા લાગે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પત્રકારનું મૃત્યુ થયું છે.
ફક્ત માઈક અને ચહેરો જ દેખાતો હતો
રિપોર્ટિંગ દરમિયાન નાણામાં પાણી એટલું બધું ભરાઈ ગયું હતું કે ફક્ત રિપોર્ટરનો માઈક અને ચહેરો જ દેખાતો હતો. જે પછી પણ તેણે રિપોર્ટિંગ ચાલુ રાખ્યું. પાણીનો પ્રવાહ વધવા લાગ્યો. વીડિયો જોયા પછી લોકો સોશિયલ મીડિયા પર વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે, પત્રકારે તેની મૂર્ખતાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. ઘણા લોકોએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
પાકિસ્તાનમાં પૂરથી ભારે તબાહી
પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં લગભગ એક મહિનાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. પૂર અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 116 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફક્ત પંજાબ પ્રાંતમાં જ 44 લોકોના મોત થયા છે. આ ઉપરાંત સિંધ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં પણ પૂરને કારણે હાલત ખરાબ છે.






