Home Gujarat Pakistani Infiltrator Caught From Kutch Border

કચ્છની સરહદ પરથી ઝડપાયો પાકિસ્તાની ઘુસણખોર : BSF એ પેટ્રોલિંગ દરમિયાન કરી કાર્યવાહી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કચ્છની સરહદ પરથી ઝડપાયો પાકિસ્તાની ઘુસણખોર
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2026, 04:06 AM IST

કચ્છની ભારત–પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ફરી એક વખત પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.

કચ્છની સરહદ પરથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો

કચ્છ બોર્ડર વિસ્તારમાં પીલર નંબર 1076 અને 1077 વચ્ચે શંકાસ્પદ હલચલ દેખાતા બીએસએફના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી, જેમાં એક પાકિસ્તાની નાગરિકને સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ઝડપી લેવામાં આવ્યો હતો. ઘુસણખોર ઝડપાયા બાદ તેને સુરક્ષા એજન્સીઓના કબજામાં લેવામાં આવ્યો છે અને ઘુસણખોરીના હેતુ, તેના સંપર્કો તેમજ અન્ય વિગતો અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

સમગ્ર મામલે તપાસ

ઘટનાને પગલે સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે. અત્રે જણાવીએ કે, અગાઉ પણ અનેકવાર પાકિસ્તાની ઘૂષણખોરો ઝડપાઈ ચુક્યા છે. અગાઉ એક યુગલ પણ ઝડપાયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now