Home International Padma Awards 2025 Arijit Singh Sharda Sinha Ghazal Gayak Pankaj Udhas Tamil Superstar Ajith Kumar Nandamuri Balakrishna

Padma Awards 2025: આ દિવંગતને મળ્યા મરણોત્તર પદ્મ એવોર્ડ : ગૌરવની ક્ષણ

Padma Awards 2025: આ દિવંગતને મળ્યા મરણોત્તર પદ્મ એવોર્ડ
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2025, 07:46 AM IST

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. 2025માં કુલ 113 લોકોને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારો મળવાના છે. આમાંથી મનોરંજન હસ્તીઓ પણ છે. ગઝલ ગાયક પંકજ ઉધાસ, મલયાલમ સ્ક્રિપ્ટ રાઈટર એમટી વાસુદેવનને મરણોત્તર પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તમિલ સુપરસ્ટાર અજિત કુમાર, તેલુગુ સુપરસ્ટાર નંદામુરી બાલકૃષ્ણ, પીઢ અભિનેતા અનંત નાગ, ભરતનાટ્યમ નૃત્યાંગના-અભિનેત્રી શોભના અને દિવંગત ગઝલ ગાયક પંકજ ઉધાસ (મરણોત્તર) સાથે પીઢ ફિલ્મ નિર્માતા શેખર કપૂરને ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

તો ગાયક, અરિજીત સિંહ, વરિષ્ઠ અભિનેતા અશોક લક્ષ્મણ સરાફ, થિયેટર દિગ્ગજ બેરી જોન, ગાયક જસપિન્દર નરુલા અને ગ્રેમી વિજેતા સંગીતકાર રિકી કેજને ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. લોક ગાયિકા શારદા સિન્હા અને પ્રખ્યાત મલયાલમ પટ-કથા-નિર્દેશક એમટી વાસુદેવન નાયરને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે મરણોત્તર પદ્મ વિભૂષણ, બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી નવાજવામાં આવશે.

કુલ 139 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે.
પદ્મ પુરસ્કાર 2025માં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. એવોર્ડ મેળવનારાઓમાં 23 મહિલાઓ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કાર જીતનારાઓને અભિનંદન પાઠવ્યા . તેમણે કહ્યું, “પદ્મ એવોર્ડ વિજેતાઓને અભિનંદન! તેમની અસાધારણ સિદ્ધિઓનું સન્માન અને ઉજવણી કરવામાં ભારતને ગર્વ છે. વધુમાં કહ્યું કે “તેમનું સમર્પણ અને દ્રઢતા ખરેખર પ્રેરણાદાયી છે. દરેક એવોર્ડ વિજેતા સખત મહેનત, જુસ્સો અને નવીનતાનો પર્યાય છે, જેણે અસંખ્ય લોકોના જીવન પર સકારાત્મક અસર કરી છે. "તેઓ અમને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા અને નિઃસ્વાર્થપણે સમાજની સેવા કરવાનું શીખવે છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now