Home Tech/Gadgets Overheat Could Lead To Blast Use These Tips To Prevent Smartphone From Heating

ઓવરહિટના કારણે ફોનમાં થઈ શકે છે બ્લાસ્ટ : ફોનને કૂલ રાખવા માટે કરો આટલુ

ઓવરહિટના કારણે ફોનમાં થઈ શકે છે બ્લાસ્ટ
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2025, 06:09 PM IST

ઉનાળો શરૂ થઈ ગયો છે અને તેની સાથે જ હવે ગરમીના કારણે આગ જેવી ઘટના પણ વધતી જોવા મળશે. દેશના કેટલાક ભાગોમાં ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં, ફોન પણ ગરમ થતાં હોય છે. કેમેરાના ઉપયોગ અને ગેમિંગ દરમિયાન પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. જો ફોન વધારે ગરમ હોય તો વિસ્ફોટનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સને અનુસરીને ફોનને ઓવરહિટિંગ અને વિસ્ફોટથી બચાવી શકાય છે.

કેમ થતો હોય છે ફોનમાં બ્લાસ્ટ?
ફોનમાં વિસ્ફોટ થવાના ઘણા કારણો છે, જેમાંથી મોટા ભાગના કારણ બેટરી સાથે સંબંધિત છે. આજકાલ લગભગ તમામ સ્માર્ટફોન લિથિયમ-આયન બેટરી દ્વારા સંચાલિત થાય છે. તેમાં પોઝિટિવ અને નેગેટિવ ઇલેક્ટ્રોનનું સંતુલન છે. જ્યારે કંઇક ખોટું થાય છે, ત્યારે બેટરીના આંતરિક ઘટકો તૂટે છે અને પછી બ્લાસ્ટ થાય છે. જેના કારણે ફોનમાં વિસ્ફોટ થઈ શકે છે. જ્યારે ફોનની બેટરી ગરમ થાય છે, ત્યારે થર્મલ રનઅવે નામની એક ચેન રિએક્શન થાય છે અને પછી બેટરીનું તાપમાન વધુ વધે છે અને તે વિસ્ફોટ પણ કરી શકે છે.

ઉનાળામાં ફોનને ઠંડો કેવી રીતે રાખવો?
ઉનાળામાં ફોન ઝડપથી ગરમ થાય છે. જ્યારે ગરમી વધારે હોય ત્યારે ફોનનો વધુ પડતો ઉપયોગ ટાળો. ગરમ તાપમાનમાં હેવી એક્ટિવિટીથી ફોનનું પ્રોસેસર ગરમ થઈ જાય છે, જે પછી વિસ્ફોટનું જોખમ વધારે રહેતુ હોય છે. ફોનને ડાયરેક્ટ સનલાઈટમાં ના રાખો.

ઓવરહિટિંગથી બચવા માટે ફોનને ચાર્જ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. ચાર્જ કરતી વખતે તમારા ફોનને ઢાંકશો નહીં. ઉપરાંત, તમારા ફોનને રાતોરાત ચાર્જ ન કરો. લાંબા બેટરી જીવન અને વિસ્ફોટોને ટાળવા માટે હંમેશા સારી ગુણવત્તાના ચાર્જર અને કેબલનો ઉપયોગ કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now