Home Gujarat Opposition May Bring Impeachment Motion Against Chief Election Commissioner

'વોટ ચોરી' મુદ્દે વિપક્ષ બન્યું આક્રમક! : સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવશે?

'વોટ ચોરી' મુદ્દે વિપક્ષ બન્યું આક્રમક!
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 07:10 AM IST

બિહાર SIR માં ગેરરીતિ તેમજ વોટ ચોરીના આરોપો સાથે વિપક્ષ હવે મુખ્ય ચૂંટણી કમિશનર વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની વિચારણા કરી રહ્યું છે. વિપક્ષના વિવિધ પક્ષો આ મામલે ચર્ચા કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વિપક્ષ ટૂંક સમયમાં સંસદ ગૃહમાં ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરૂદ્ધ મહાભિયોગની નોટિસ રજૂ કરી શકે છે.

વિપક્ષ ઈલેક્શન કમિશનર વિરૂદ્ધ મહાભિયોગ લાવે તેવી શક્યતા

વિપક્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં I.N.D.I.A ગઠબંધનના નેતાઓ આ મામલે નિર્ણય લીધો છે. મળતી માહિતી અનુસાર ટૂંક સમયમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરૂદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે. કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસૈને આ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, આ મામલે પક્ષની અંદર હાલ કોઈ વિચારણા થઈ નથી. જો જરૂર પડી તો નિયમાનુસાર કોંગ્રેસ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે.

SIRને લઈ વિપક્ષનો વિરોધ

બિહાર વિધાનસભા ચૂંટણીના ચાર મહિના પહેલાં ચૂંટણી પંચ દ્વારા રાજ્યની મતદારોની યાદીનું વિશેષ ગહન નિરીક્ષણ (SIR) હાથ ધરાયુ હતું. જેનો વિપક્ષ વિરોધ કરી રહ્યું છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે, તે બિહાર મતદારોની યાદીમાંથી દૂર કરવામાં આવેલા 65 લાખ નામોની યાદી કારણ સાથે જાહેર કરે. સુપ્રીમ કોર્ટે આ યાદી 19 ઓગસ્ટ સુધી જાહેર કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

મહાભિયોગની શું હોય છે પ્રક્રિયા

ભારતીય લોકતંત્રના ત્રણ મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેય સ્તંભમાં કોઈ દુરાચાર કે અયોગ્યતા જણાય તો તેમની વિરૂદ્ધ સાંસદો દ્વારા મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. આ પ્રસ્તાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા 100 સાંસદોના હસ્તાક્ષર હોવા જરૂરી છે. રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરવા માટે 50 સભ્યોનું સમર્થન જરૂરી છે. આ પ્રસ્તાવ લોકસભામાં સ્પીકર અથવા રાજ્યસભાના સભાપતિને સોંપવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now