Oppo launches its new smartphone, Oppo Reno 15C 5G: Oppo એ ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન, Oppo Reno 15C 5G લોન્ચ કર્યો છે. Reno 15C 5G માં Octa-core Qualcomm Snapdragon 6 Gen 1 પ્રોસેસર સાથે આવે છે. તેમાં 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,000mAh બેટરી છે. તેમાં 50mp નો મુખ્ય કેમેરો અને 50mp નો ફ્રન્ટ કેમેરો છે. જાણો Oppo Reno 15C 5G ના ફીચર્સ અને કિંમત વિશેની માહિતી.
ભારતમાં Oppo Reno 15C 5G ની કિંમત
Oppo Reno 15C 5G ના 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹34,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹37,999 છે. આ ફોન ફેબ્રુઆરીમાં ભારતમાં Afterglow Pink અને Twilight Blue કલરમાં ઉપલબ્ધ થશે. Oppo ની ઓફિશિયલ વેબસાઇટ, ઈ-કોમર્સ સાઇટ Flipkart અને Amazon દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ છે.
Oppo Reno 15c 5G ના ફીચર્સ
Oppo Reno 15c માં 6.57 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2372×1080 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 1400 nits પીક બ્રાઇટનેસ છે. સુરક્ષા માટે, તેમાં ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. ફોન એન્ડ્રોઇડ 16 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત ColorOS 16 પર ચાલે છે. તે Octa-core Qualcomm Snapdragon 6 Gen 1 પ્રોસેસર છે, જે 12GB LPDDR4x RAM અને 256GB UFS 3.1 ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે જોડાયેલ છે. ફોનને IP66, IP68 અને IP69 રેટિંગ સાથે ધૂળ અને પાણીથી પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
Oppo Reno 15c 5G ના કેમેરા સેટઅપ
Oppo Reno 15c 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો મેક્રો કેમેરો છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે, f/2.0 અપર્ચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.4, GPS અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે. ફોનમાં 7,000mAh બેટરી છે, જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.





















