Oppo Reno 15 series to be launched in India soon: ચીની હેન્ડસેટ નિર્માતા કંપની Oppo આવતા અઠવાડિયે ભારતમાં એક નવી સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરશે. આ સિરીઝમાં Opp Reno 15, Reno 15 Pro અને Reno 15 Pro Mini નો સમાવેશ થશે. આ સ્માર્ટફોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા સપોર્ટેડ ફોટોગ્રાફી અને વિડિયો ફીચર હશે.
Oppo Reno 15 સિરીઝમાં 200mp નો કેમેરો મળશે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, Oppo ના ભારતીય યુનિટે જાહેરાત કરી કે, નવી સ્માર્ટફોન સિરીઝ 8 જાન્યુઆરીએ લોન્ચ થશે. Oppo Reno 15 Pro 5G અને Reno 15 Pro Mini 5G માં 200mp નો મુખ્ય કેમેરો છે. આ સ્માર્ટફોનમાં કંપનીની PureTone Technology પણ છે, જે એમ્બિયન્ટ લાઇટ અને કલર સાથે ઇમેજને બેલેન્સ્ડ રાખવામાં મદદ કરે છે.
Oppo Reno 15 સિરીઝના ફીચર્સ
Oppo Reno 15 Pro 5G અને Reno 15 Pro Mini 5G માં 50mp નો ટેલિફોટો પોટ્રેટ કેમેરો 3.5x ઝૂમ અને 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો પણ હશે. આ સ્માર્ટફોન પરના કેમેરા 60fps પર 4K વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરશે. આ સ્માર્ટફોનમાં AI Portrait Glow જેવા AI-રિલેટેડ ફીચર્સ પણ હશે. આ સિરીઝમાં Oppo Reno 15 Pro Mini માં 1.6mm બેઝલ્સ સાથે 6.32 ઇંચની AMOLED ડિસ્પ્લે હશે. આ સ્માર્ટફોનની જાડાઈ આશરે 7.99mm હશે અને તેનું વજન આશરે 187 ગ્રામ હશે. Oppo Reno 15 Pro Mini માં 12 GB સુધી RAM અને 512 GB સુધી સ્ટોરેજ હોઈ શકે છે. આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 8450 પ્રોસેસર છે.
Oppo Reno 15 સિરીઝની કિંમત અને ડિસ્પ્લે
ગયા નવેમ્બરમાં ચીનમાં રજૂ કરાયેલા આ સ્માર્ટફોન સિરીઝના બેઝ મોડલમાં 6.32 ઇંચની Flexible AMOLED ડિસ્પ્લે છે. Oppo Reno 15 Pro માં 6.78 ઇંચની Full-HD+ Flexible AMOLED ડિસ્પ્લે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ, 240Hz ટચ સેમ્પલિંગ અને 1,800 nits નું પીક બ્રાઇટનેસ લેવલ છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 50mp નો ફ્રન્ટ કેમેરો છે. એક રિપોર્ટ દાવો કરે છે કે, 12GB RAM અને 256GB સ્ટોરેજ સાથે Oppo Reno 15 Pro Mini વેરિઅન્ટ ₹64,999 માં લોન્ચ થઈ શકે છે. Oppo Reno 15 Pro Mini નું આ વેરિઅન્ટ ₹59,999 માં ઉપલબ્ધ થઈ શકે છે.





















