Home Tech/Gadgets Oppo K14 5g Launched In India Know About Price Features Processor And Ai Camera Setup

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ! : પાવરફુલ પ્રોસેસર અને AI કેમેરા સાથે, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 01:32 PM IST

Oppo K14 5G : સ્માર્ટફોન માર્કેટમાં Oppo એ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીએ તેની પ્રખ્યાત 'K' સિરીઝનો નવો સ્માર્ટફોન Oppo K14 5G ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે જેમને ઓછી કિંમતમાં લાંબુ બેટરી બેકઅપ અને શાનદાર ડિસ્પ્લે જોઈએ છે. અગાઉ લોન્ચ થયેલા K14x 5G ની સફળતા બાદ, આ નવું મોડલ મિડ-રેન્જ સેગમેન્ટમાં સીધું કોમ્પિટિશન આપશે.

કિંમત અને ખરીદીની વિગત

Oppo K14 5G ના 6GB RAM+128GB સ્ટોરેજ વેરિઅન્ટની શરૂઆતી કિંમત ₹17,999 રાખવામાં આવી છે. આ સિવાય 6GB+256GB વેરિઅન્ટ ₹19,999 અને 8GB+256GB વેરિઅન્ટ ₹21,999 માં મળશે. ગ્રાહકો HDFC, ICICI અને SBI કાર્ડ દ્વારા ₹1,000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. આ ફોન 20 માર્ચથી Flipkart અને Oppo ની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

ડિસ્પ્લે અને ડિઝાઇન

આ ફોનમાં 6.75-ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવ્યો છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આનાથી વીડિયો જોવાનો અને ગેમિંગનો એક્સપિરિયન્સ ખૂબ જ સ્મૂધ બને છે. તેની બ્રાઇટનેસ 1125 nits સુધીની છે. આ ફોન Icy Blue, Prism Violet અને Prism White જેવા આકર્ષક કલરમાં લોન્ચ થયો છે.

AI કેમેરા સેટઅપ

ફોટોગ્રાફી માટે આ ફોનમાં પાછળની તરફ 50mp નો AI મુખ્ય કેમેરા અને 2mp નો મોનોક્રોમ સેન્સર છે. સેલ્ફી માટે 8mp નો ફ્રન્ટ કેમેરો છે. ખાસ વાત એ છે કે, આ ફોન AI Eraser 2.0 અને AI Clarity Enhancer જેવા આધુનિક ફીચર્સ સાથે આવે છે, જે તમારા ફોટાને પ્રોફેશનલ લુક આપે છે.

દમદાર બેટરી અને ચાર્જિંગ

Oppo K14 5G ની સૌથી મોટી ખાસિયત તેની 7000mAh ની વિશાળ બેટરી છે. કંપનીનો દાવો છે કે, તમે એકવાર ચાર્જ કરીને 18.9 કલાક સુધી YouTube જોઈ શકો છો. સાથે જ, તેને ઝડપથી ચાર્જ કરવા માટે 45W નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.

પર્ફોર્મન્સ અને મજબૂતી

આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે મલ્ટી-ટાસ્કિંગ માટે બેસ્ટ માનવામાં આવે છે. તે એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ ColorOS 15 પર કાર્ય કરે છે. ડ્યુરેબિલિટી વધારવા માટે આ ફોનને IP66, IP68 અને IP69 રેટિંગ મળ્યું છે, જેનો અર્થ છે કે તે ધૂળ અને પાણી સામે પ્રોટેક્શન આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now