Home Tech/Gadgets Oppo F33 Pro 5g Launch India 7000mah Battery Price Specs

Oppo F33 Pro 5G ની મિડ-રેન્જ સમાર્ટફોન માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી! : 7000mAh બેટરી અને દમદાર કેમેરા સાથે જાણો કિંમત

Oppo F33 Pro 5G
Published by: Aryan Shah
Last Updated: Apr 15, 2026, 10:42 AM IST

Oppo F33 Pro 5G : ટેક જગતની દિગ્ગજ કંપની Oppo એ ભારતમાં તેની લોકપ્રિય F સિરીઝમાં વધારો કરતાં Oppo F33 Pro 5G લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેમને લાંબી બેટરી લાઇફ અને શાનદાર કેમેરા ક્વોલિટી જોઈએ છે. આ ફોન સાથે કંપનીએ Oppo F33 5G પણ રજૂ કર્યો છે, જે ભારતીય મિડ-રેન્જ માર્કેટમાં મોટી હરીફાઈ પૂરી પાડશે.

Oppo F33 Pro 5G ની કિંમત અને કલર વેરિઅન્ટ

Oppo F33 Pro 5G બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. જેમાં 8GB+128GB મોડલની કિંમત ₹37,999 અને 8GB+256GB મોડલની કિંમત ₹40,999 રાખવામાં આવી છે. યુઝર્સ આ ફોનને Misty Forest, Passion Red અને Starry Blue જેવા આકર્ષક કલરમાં ખરીદી શકશે. આ ફોન ફ્લિપકાર્ટ અને ઓપ્પો સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.

Oppo F33 Pro 5G ની ડિસ્પ્લે અને ડિઝાઇન

આ સ્માર્ટફોનમાં 6.57-ઇંચની Full HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 120Hz રિફ્રેશ રેટ અને 1400 nits ની પીક બ્રાઇટનેસ ધરાવે છે, જેના કારણે તડકામાં પણ સ્ક્રીન સ્પષ્ટ દેખાય છે. સુરક્ષા માટે આ ફોન IP66, IP68 અને IP69K રેટિંગ સાથે આવે છે, જે તેને પાણી અને ધૂળથી પ્રોટેક્શન આપે છે.

લોન્ચ ઓફર્સ

બેંક કાર્ડ પર 10% ઇન્સ્ટન્ટ કેશબેક.

UPI ટ્રાન્ઝેક્શન પર 10% સુધી કેશબેક.

12 મહિના સુધી નો-કોસ્ટ EMI (ઝીરો ડાઉન પેમેન્ટ).

પ્રી-ઓર્ડર પર Enco Buds3 Pro+ માત્ર ₹1,499 માં મેળવવાની તક.

આ પણ ખાસ વાંચો : 9020mAh ની દમદાર બેટરી સાથે Vivo T5 Pro 5G થયો લોન્ચ! : સુપરફાસ્ટ પ્રોસેસર સાથે ગેમિંગ અને ફોટોગ્રાફીના શોખીનો માટે બેસ્ટ સ્માર્ટફોન

Oppo F33 Pro 5G નું પાવરફુલ પ્રોસેસર અને સોફ્ટવેર

ફોનના પરફોર્મન્સની વાત કરીએ તો તેમાં MediaTek Dimensity 6360 Max ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોન લેટેસ્ટ Android 16 પર બેસ્ડ ColorOS 16 પર ચાલે છે. મલ્ટીટાસ્કીંગ માટે તેમાં 8GB RAM અને 256GB સુધીની સ્ટોરેજ ક્ષમતા મળે છે.

Oppo F33 Pro 5G ની કેમેરા ક્વોલિટી અને બેટરી

ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોનમાં 50mp નો મુખ્ય કેમેરો અને સેલ્ફી માટે પણ 50mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ કેમેરા સેટઅપ લો-લાઇટમાં પણ બેસ્ટ ફોટા ક્લિક કરવાની ક્ષમતા ધરાવે છે. Oppo F33 Pro 5G ની સૌથી મોટી ખાસિયત તેની 7000mAh ની વિશાળ બેટરી છે. આટલી મોટી બેટરીને ઝડપથી ચાર્જ કરવા માટે કંપનીએ 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપ્યો છે. ફોનનું વજન માત્ર 194 ગ્રામ છે, જે તેને પકડવામાં સરળ બનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now