Home Tech/Gadgets Openai Offers Chatgpt Go Free For 1 Year To Indian Users From November

ભારતીય યુઝર્સ માટે ChatGPT Go સબ્સ્ક્રિપ્શન એક વર્ષ તદ્દન ફ્રી : આ દિવસે એપ્લિકેશનમાં લોગિન કરો, બચશે હજારો રૂપિયા

ભારતીય યુઝર્સ માટે ChatGPT Go સબ્સ્ક્રિપ્શન એક વર્ષ તદ્દન ફ્રી
Published by: OBS Bureau
Last Updated: Oct 29, 2025, 06:36 AM IST

OpenAI ભારતમાં એક વર્ષ માટે તેના ChatGPT સબ્સ્ક્રિપ્શન પ્લાનને મફત બનાવી રહ્યું છે. આ ઓફર ભારતીય યુઝર્સ માટે 4 નવેમ્બરથી એક્ટિવ થશે. હાલમાં, આ સબ્સ્ક્રિપ્શન ભારતમાં યુઝર્સ માટે ₹399 પ્રતિ મહિને ઉપલબ્ધ છે. આનો અર્થ એ છે કે યુઝર્સને ChatGPT સેવાઓનો લાભ લેવા માટે દર વર્ષે ₹4,788 ચૂકવવા પડશે. હવે, ChatGPT ફ્રી કરીને યુઝર્સના આટલા પૈસા બચાવશે. આ ChatGPT પ્લાન તમને વધુ ચેટ્સ અને ઇમેજ બનાવવાની પણ મંજૂરી આપે છે.

ChatGPT Go એ OpenAI નો મિડ-લેવલ પ્રીમિયમ પ્લાન છે. કંપની કહે છે કે ભારત તેનું બીજું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું બજાર છે.

ChatGPT Go શું છે?

ChatGPT ના ફ્રી વર્ઝનમાં મેસેજ લિમિટ ઓછી છે, જનરેટ કરેલી ઇમેજ સંખ્યા મર્યાદિત છે અને વ્યક્તિગત ચેટ્સ માટે મર્યાદિત સ્ટોરેજ છે. જોકે, Go વર્ઝનમાં ડેલી ચેટ લિમિટ વધુ હશે, જેનો અર્થ એ છે કે યુઝર્સ કલાકો સુધી વિક્ષેપ વિના ચેટ કરી શકશે.

  • Go વર્ઝનમાં, વર્ઝન પાસે વધુ ઇમેજ ક્રિએશન અને ફાઇલો/ઇમેજ અપલોડ કરવા માટે લિમિટ વધારે હશે.

  • AI તમારી ભૂતકાળની વાતચીતોને લાંબા સમય સુધી યાદ રાખશે.

  • આ ચેટ GPT-5 મોડેલ પર ચાલે છે, જે હાલમાં સૌથી એડવાંન્સ AI છે.

અત્યારે ChatGPT ની કિંમત કેટલી છે?

હાલમાં, આ સબ્સ્ક્રિપ્શન ભારતમાં યુઝર્સ માટે ₹399 પ્રતિ મહિને ઉપલબ્ધ છે. જોકે, 4 નવેમ્બરથી, તે ભારતીય યુઝર્સ માટે મફત બનશે. આનો અર્થ એ છે કે દરેક યુઝર્સને દર વર્ષે ₹4,788 નો લાભ મળશે.

આ ઑફર હાલના Go સબ્સ્ક્રાઇબર્સ પર પણ લાગુ પડે છે. મતલબ કે, જો તમે પહેલા ₹399 ચૂકવતા હતા, તો તમે તે રકમ માટે રિફંડ અથવા ક્રેડિટ મેળવી શકો છો.

OpenAI માં કેવી રીતે લોગીન કરવું?

  • સૌ પ્રથમ, યુઝર્સ OpenAI ની સત્તાવાર વેબસાઇટ અથવા તેની એપ્લિકેશન પર જવું પડશે.

  • 4 નવેમ્બર પછી સાઇન અપ કરો અથવા લોગિન કરો.

  • સૌ પ્રથમ, લોકેશન પર જાઓ અને ભારતનું લોકેશન કન્ફર્મ કરો કારણ કે આ ઓફર ફક્ત ભારતીય યુઝર્સ માટે છે.

  • ભારતીય યુઝર્સ લોગિન કરતાની સાથે જ આ સુવિધાઓ એક્ટિવ થઈ જશે અને આ સુવિધા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

OpenAI એ આ પગલું કેમ ભર્યું?

ChatGPT Go લોન્ચ થયા પછી ભારતમાં પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ બમણાથી વધુ થઈ ગયા છે. આ મફત ઓફરનો ઉદ્દેશ્ય યુઝર એંગેજમેન્ટ વધારવા અને મેટ્રો શહેરોની બહાર AIનો વિસ્તાર કરવાનો છે. તે કંપનીના "ઇન્ડિયા-ફર્સ્ટ" અભિગમ અને ઇન્ડિયા AI મિશન સાથે સુસંગત છે.

કંપનીએ ગુગલ અને Perplexityના ફ્રી પ્લાનના જવાબમાં આ ફ્રી પ્લાનની જાહેરાત કરી છે. ગુગલે તેની AI પ્રો મેમ્બરશિપ (₹19,500 વાર્ષિક) એક વર્ષ માટે વિદ્યાર્થીઓ માટે મફત કરી છે. દરમિયાન, Perplexityએ તેનો પ્રીમિયમ પ્લાન મફતમાં ઓફર કરવા માટે એરટેલ સાથે પણ ભાગીદારી કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now