Home Tech/Gadgets Online Gaming Apps Like Dream 11 Canget Great Relief Case In High Court What Will Change The Law

DREAM 11 જેવી Online Gaming Apps ને મળી શકે છે મોટી રાહત? : હાઇકોર્ટમાં કેસ, શું બદલાઈ જશે કાયદો?

DREAM 11 જેવી Online Gaming Apps ને મળી શકે છે મોટી રાહત?
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 04:46 PM IST

કેન્દ્ર સરકારે ઓનલાઇન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કાયદા હેઠળ, ડ્રીમ 11 સહિત ઘણી ઓનલાઇન ગેમિંગ કંપનીઓને મોટો ફટકો પડ્યો છે. સરકારે ખાસ કરીને એવી એપ્સ પર કડક કાર્યવાહી કરી છે, જેમાં પૈસાની લેવડદેવડ થતી હતી.

કર્ણાટક હાઇકોર્ટમાં કાયદાને પડકાર

જોકે, હવે ઓનલાઇન ગેમિંગ કાયદાને લઈને કર્ણાટક હાઇકોર્ટમાં સરકારને પડકારવામાં આવી છે. આ મામલે 30 ઓગસ્ટે કોર્ટમાં સુનાવણી થવાની છે. ઓનલાઇન ગેમિંગ કંપની A23 દ્વારા કર્ણાટક હાઇકોર્ટમાં આ કાયદાને પડકારવામાં આવ્યો છે, જેના પર કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવા માટે કેન્દ્ર સરકાર થોડા સમય પહેલા જ સંસદમાં એક બિલ લઈને આવી હતી. આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થઈ ગયું હતું, અને બાદમાં રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂરી આપી દીધી હતી.

હવે કર્ણાટક હાઇકોર્ટના નિર્ણય પર સૌની નજર છે. જો કોર્ટ ઓનલાઇન ગેમિંગ કંપનીઓની તરફેણમાં ચુકાદો આપશે, તો ડ્રીમ 11 જેવી એપ્સને મોટી રાહત મળી શકે છે અને ઓનલાઇન ગેમિંગ કાયદામાં ફેરફાર પણ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now