OnePlus Nord Buds 3r: OnePlus એ મંગળવારે ભારતમાં OnePlus Nord Buds 3r લોન્ચ કરવામાં આવ્યા છે. OnePlus Nord Buds 3r ની કિંમત, ફીચર્સ, અને AI ના ફંક્શન જાણો.
OnePlus Nord Buds 3r ની કિંમત
ભારતમાં OnePlus Nord Buds 3r ની કિંમત 1799 રૂપિયા છે, અને આ હેડસેટને 1599 રૂપિયાની ખાસ કિંમતે ઉપલબ્ધ થશે. તે Aura Blue અને Ash Black શેડ્સમાં ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે, આ નવા OnePlus Nord Buds 3r ને વેચાણ માટે 8 સપ્ટેમ્બરથી OnePlus Stores, Amazon, Flipkart અને અન્ય પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.
OnePlus Nord Buds 3r ફીચર્સ
આ ઇયરબડ્સમાં પાણીથી પ્રોટેક્શન માટે IP55 રેટિંગ છે, અને 12.4mm ટાઇટેનિયમ-કોટેડ ડાયનેમિક ડ્રાઇવર્સ સામેલ છે. વપરાશકર્તાઓને ત્રણ પ્રીસેટ EQ મોડ્સ આપવામાં આવે છે. જેમા Sound Master EQ સુવિધાનો ઉપયોગ કરીને કસ્ટમાઇઝ કરી શકે છે. આ ઇયરબડ્સમાં OnePlus 3D ઑડિઓને સપોર્ટ કરે છે, જે 360-ડિગ્રી ઇમર્સિવ સાઉન્ડનો પણ આનંદ લઈ શકાય છે. AI દ્વારા સમર્થિત ડ્યુઅલ માઇક સેટઅપ સાથે, તે સ્પષ્ટ કૉલ્સ માટે AI નોઈઝ કેન્સલેશન જેવા ફીચર્સ સામેલ છે.
OnePlus Nord Buds 3r ના કનેક્ટિવિટી ઓપ્શન
આ ઇયરબડ્સમાં કનેક્ટિવિટી વિકલ્પોમાં બ્લૂટૂથ 5.4 અને Google Fast Pair નો સમાવેશ થાય છે. તે ડ્યુઅલ-ડિવાઇસ કનેક્ટિવિટીને પણ સપોર્ટ કરે છે અને બિલ્ટ-ઇન ગેમિંગ મોડનો ઉપયોગ કરતી વખતે 47ms સુધીની લો-લેટન્સી મોડ આપે છે. તે વપરાશકર્તાઓને Google Fast Pair, Voice Assistant Shortcut, Find My Earbuds, Aqua Touch કંટ્રોલ્સ મળી રહે છે. Tap 2 Take photo જેવા ફીચર્સ આપે છે. આ ઉપરાંત, AI Translation અને Notes integration જેવા કાર્યો પણ આપવામાં આવ્યા છે.





















