Home Tech/Gadgets Oneplus Ace 6 Ultra Launch Features Price Gujarati

OnePlus એ લોન્ચ કર્યો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન! : Ace 6 Ultra માં મળશે 120W ફાસ્ટ ચાર્જિંગ અને પ્રીમિયમ ફીચર્સ

OnePlus Ace 6 Ultra
Image Credit: OnePlus
Published by: Aryan Shah
Last Updated: Apr 29, 2026, 06:52 AM IST

OnePlus Ace 6 Ultra : સ્માર્ટફોન માર્કેટમાં અગ્રણી સ્થાન ધરાવતી કંપની OnePlus એ મંગળવારે તેનો અત્યાર સુધીનો સૌથી પાવરફૂલ સ્માર્ટફોન OnePlus Ace 6 Ultra ચીનમાં સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન ખાસ કરીને એવા યુઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જેઓ હેવી ગેમિંગ, મલ્ટીટાસ્કિંગ અને લાંબી બેટરી લાઇફની અપેક્ષા રાખે છે. જાણો OnePlus Ace 6 Ultra ફોનની કિંમત, ફીચર્સ, પરફોર્મન્સ અને તેની બેટરી વિશેની સંપૂર્ણ માહિતી.

OnePlus Ace 6 Ultra ની શાનદાર ડિસ્પ્લે અને વિઝ્યુઅલ એક્સપિરિયન્સ

OnePlus Ace 6 Ultra માં 6.78-ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું પિક્સેલ રિઝોલ્યુશન 1,272×2,772 છે. આ સ્ક્રીનની સૌથી મોટી ખાસિયત તેનો 165Hz નો રિફ્રેશ રેટ છે, જે ગેમિંગ દરમિયાન અદ્ભુત સ્મૂધનેસ પ્રદાન કરે છે. આ ઉપરાંત, તેમાં 480Hz નો ટચ સેમ્પલિંગ રેટ અને 450ppi ની પિક્સેલ ઘનતા છે. 1,800 નિટ્સની પીક બ્રાઇટનેસને કારણે ભરબપોરે સૂર્યના પ્રકાશમાં પણ તમે સ્ક્રીન પરની વિગતો સરળતાથી જોઈ શકશો.

OnePlus Ace 6 Ultra નું પાવરફુલ પરફોર્મન્સ અને પ્રોસેસર

પરફોર્મન્સની બાબતમાં આ ફોન કોઈ બાંધછોડ કરતો નથી. તેમાં લેટેસ્ટ MediaTek Dimensity 9500 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ARM Mali-GPU સાથે મળીને કામ કરે છે. આ કોમ્બિનેશન હાઇ-એન્ડ ગેમ્સ અને ભારે એપ્લિકેશન્સને કોઈપણ લેગ વગર ચલાવવાની ક્ષમતા ધરાવે છે. સોફ્ટવેરની વાત કરીએ તો, આ સ્માર્ટફોન લેટેસ્ટ Android 16 પર બેસ્ડ ColorOS 16 પર ચાલે છે, જે યુઝર્સને ક્લીન અને ફાસ્ટ ઇન્ટરફેસ આપે છે.

OnePlus Ace 6 Ultra નું કેમેરા સેટઅપ

ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. જેમાં 50mp નો મુખ્ય કેમેરો f/1.8 અપાર્ચર અને ઓટોફોકસ સુવિધા સાથે આવે છે, જે ઓછા પ્રકાશમાં પણ શાનદાર ફોટા પાડે છે. તેની સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરો પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટમાં 16mp નો શાર્પ કેમેરો ઉપલબ્ધ છે, જે સોશિયલ મીડિયા લવર્સ માટે બેસ્ટ છે.

OnePlus Ace 6 Ultra બેટરીનો બાહુબલી

OnePlus Ace 6 Ultra ની સૌથી મોટી તાકાત તેની વિશાળ 8,600 mAh ની બેટરી છે. સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં આટલી મોટી બેટરી ખૂબ જ ઓછી જોવા મળે છે. માત્ર બેટરી જ મોટી નથી, તેને ચાર્જ કરવા માટે 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે, જે મિનિટોમાં ફોનને ફૂલ ચાર્જ કરી દે છે. સુરક્ષા માટે કંપનીએ અત્યાધુનિક ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે, જે ખૂબ જ ઝડપી અને સુરક્ષિત છે.

OnePlus Ace 6 Ultra ની કિંમત અને વિવિધ વેરિઅન્ટ્સ

ચીનમાં લોન્ચ થયેલા આ ફોનની કિંમતો તેના સ્ટોરેજ મુજબ નીચે મુજબ છે:

12 GB+256 GB : CNY 3,499 (આશરે રૂ. 48,400)

12 GB+512 GB : CNY 3,799 (આશરે રૂ. 52,600)

16 GB+256 GB : CNY 4,099 (આશરે રૂ. 56,800)

16 GB+512 GB : CNY 4,399 (આશરે રૂ. 60,900)

16 GB+1 TB : CNY 5,099 (આશરે રૂ. 70,600)

આ ફોન 'Ace Awakening' અને 'Metal Storm' જેવા પ્રીમિયમ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. તેની જાડાઈ 8.45mm અને વજન આશરે 217 ગ્રામ છે, જે તેને પકડવામાં આરામદાયક બનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now