Home Tech/Gadgets Oneplus 15r To Launch On This Date With 32mp Selfie Camera

OnePlus 15R માં 32mp નો સેલ્ફી કેમેરા સાથે આ તારીખે થશે લોન્ચ! : 4K વિડીયો રેકોર્ડિંગ અને 7,400mAh ની દમદાર બેટરી સાથે આવશે

OnePlus 15R માં 32mp નો સેલ્ફી કેમેરા સાથે આ તારીખે થશે લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 12:20 PM IST

Know information about OnePlus 15R before launch: OnePlus 15R ભારતમાં 17 ડિસેમ્બરે લોન્ચ થવાનો છે. કંપની ઘણા સમયથી ફોનના સ્પેશીફીકેશન ટીઝ કરી રહી છે. અત્યાર સુધી, સેલ્ફી કેમેરા વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી ન હતી, પરંતુ હવે આખરે તે જાહેર કરવામાં આવી છે. નવા અપડેટમાં, કંપનીએ સેલ્ફી કેમેરાની પુષ્ટિ કરી છે. ફોનમાં એક શાનદાર સેલ્ફી કેમેરા હશે. આ સ્માર્ટફોન Snapdragon 8 Gen 5 SoC દ્વારા સંચાલિત હશે. આ OnePlus ફોનમાં 7,400mAh બેટરી હશે. લોન્ચ પહેલા OnePlus 15R વિશેની માહિતી જાણો.

સ્માર્ટફોનનો સેલ્ફી કેમેરો

OnePlus 15R 17 ડિસેમ્બરે લોન્ચ થવાનું છે. કંપની એક પછી એક ફોનના સ્પેશીફીકેશન રિલીઝ કરી રહી છે. હવે, OnePlus એ ફોનના 32mp ના સેલ્ફી કેમેરાની પુષ્ટિ કરી છે. તે R સીરિઝનો અત્યાર સુધીનો સૌથી અદ્યતન સેલ્ફી કેમેરો હોવાનો દાવો કરવામાં આવે છે. સેલ્ફી કેમેરામાં ઓટોફોકસ પણ છે. આ સેલ્ફી કેમેરા 30fps પર 4K રિઝોલ્યુશન વિડીયો રેકોર્ડિંગ સાથે આવશે. કંપનીએ પાછલા મોડલમાં 16mp નો સેલ્ફી કેમેરો આપ્યો હતો. બ્રાન્ડે પહેલાથી જ ફોનના ઘણા મુખ્ય સ્પેશીફીકેશન જાહેર કર્યા છે. OnePlus 15R માં 165Hz રિફ્રેશ રેટ માટે સપોર્ટ સાથે AMOLED ડિસ્પ્લે હશે.

સ્માર્ટફોનની બેટરી અને પ્રોસેસર

આ ફોનમાં પ્રોસેસિંગ માટે Snapdragon 8 Gen 5 SoC હશે. આ લેટેસ્ટ OnePlus ફોનમાં 7,400mAh બેટરી હશે. બ્રાન્ડનો દાવો છે કે ફોનની બેટરી ચાર વર્ષ સુધી 80 ટકા સુધીની કેપેસિટી જાળવી રાખશે. તે ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે. સિક્યોરિટી માટે, કંપની ધૂળ અને પાણીથી પ્રોટેક્શન પણ સામેલ કરી શકે છે. ફોનનું લોન્ચિંગ નજીકમાં છે, અને વધુ ફીચર્સ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now