Home Gujarat Offbeat Stories Guajrati News Ahmedabad Funeral Lack Of Wood In Crematorium Odhav Crematorium Contractor

અંતિમવિધિમાં પણ ન મળી શાંતિ! : ઓઢવના સ્મશાનગૃહમાંથી ટાયર અને ગોદડા વડે અંતિમ વિધિ, પરિજનોની કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ

અંતિમવિધિમાં પણ ન મળી શાંતિ!
Published by: OBS Bureau
Last Updated: Oct 31, 2025, 07:13 AM IST

Odhav Crematorium: અમદાવાદના ઓઢવના સ્મશાનગૃહમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી સ્મશાનગૃહમાં લાકડાનો અભાવ હોવાને કારણે મૃતદેહને અગ્નિદાહ આપવા માટે ટાયર અને ગોદડાનો સહારો લેવો પડ્યો હતો.

અંતિમવિધિમાં પણ ન મળી શાંતિ

ઓઢવ વિસ્તારના સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે લાકડાના અભાવે મૃતકના સ્વજનોને અતિ કષ્ટ સાથે અગ્નિદાહ કરવાનો આવો આવ્યો હતો. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, સ્મશાનગૃહ તરફથી ભીના લાકડા આપવામમાં આવ્યા હતા જેથી તે સળગ્યાં જ નહીં. અંતે પરિસ્થિતિ એવી બની કે સ્વજનોએ ટાયર અને ગોદડાનો સહારો લઈ અંતિમવિધિ પૂર્ણ કરવી પડી હતી.

શું કહી રહ્યા છે પરિજનો?

પરિવારજનોનો આક્ષેપ છે કે, સ્મશાનગૃહના બેદરકારીભર્યા સંચાલનના કારણે તેમને 8 હજાર રૂપિયાનો વધારાનો ખર્ચ કરીને ઘી અને તલ ખરીદવા પડ્યાં. તેમ છતાં મૃત્યુ પામેલા વ્યક્તિના અંતિમ સંસ્કાર દરમિયાન પણ યોગ્ય વ્યવસ્થા ન મળી શકી.

કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ

સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટર તથા સંચાલન તંત્ર સામે બેદરકારીના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ ઘટનાને લઈ હવે પરિજનો સહિત સ્થાનિક લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તાત્કાલિક આ મામલાની તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ
ગુજરાતમાં ત્રિપલ રેન સિસ્ટમ સક્રિય, આગામી ચાર દિવસ ભારે
ઈંડામાંથી બહાર આવતા જ પક્ષીને મળી 'Z+' સિક્યોરિટી!
વડોદરામાં ફરી નદીની બહાર આવ્યો મગર
ઈસુદાન ગઢવીની અટકાયત મુદ્દે AAP નો હંગામો