Home Gujarat Obscene Photos Go Viral In Gondal Schools Spc Whatsapp Group Principal Filed A Complaint With The Police

શાળાના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા વાયરલ : આ ગ્રુપમાં 700 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતા વાલી બન્યા ચિંતિત, આચાર્યે પોલીસમાં કરી અરજી

શાળાના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા વાયરલ
Published by: OBS Bureau
Last Updated: Jun 04, 2025, 07:42 AM IST

ગોંડલની એક શાળામાં ચાલતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રવૃત્તિના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ તસવીરો વાયરલ થવાનો કિસ્સો સામે આવ્યો છે. “SPC JUNIOR 23 નામના આ ગ્રુપમાં અનેક તાલીમાર્થી છાત્રાઓ પણ સામેલ હોવાથી, બીભત્સ તસવીરો વાયરલ થતાં વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલો શાળાના આચાર્યના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે.

અશ્લીલ તસવીરો વાયરલ થતાં ખળભળાટ
ગોંડલની આ શાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) પ્રવૃત્તિ ચાલે છે. આ પ્રવૃત્તિના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે “SPC JUNIOR 23” નામનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપનો હેતુ વિદ્યાર્થીઓને તાલીમ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવાનો હતો. જોકે, કોઈ અસામાજિક તત્વો દ્વારા આ ગ્રુપમાં બીભત્સ અને અયોગ્ય તસવીરો શેર કરી હતી.

આચાર્યે પોલીસમાં કરી અરજી
આ શાળામાં પ્રાથમિકથી લઈને ધોરણ ૧૨ સુધીમાં આશરે ૭૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ ઘટના બાદ, કેટલાક જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક ધોરણે આ મેસેજ ગ્રુપમાંથી ડિલીટ કરવામાં આવ્યા હતા. તેમ છતાં આ ઘટનાને પગલે વાલીઓમાં પોતાની દીકરીઓની સુરક્ષાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now