Home Gujarat Obesity Clinic Launched In Gandhinagar Know Its Specialfeatures

સ્વસ્થ્ય જીવન શૈલી તરફ સશક્ત પગલું : ગાંધીનગરમાં ઓબેસીટી ક્લિનીકની થઈ શરૂઆત, જાણો તેની ખાસિયત

સ્વસ્થ્ય જીવન શૈલી તરફ સશક્ત પગલું
Published by: OBS Bureau
Last Updated: Jun 09, 2025, 06:47 AM IST

ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નં. ૧૪માં ઓબેસીટી ક્લિનીક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મેદસ્વીતા ક્લિનીક શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં ૫૬૯ દર્દીઓ વધારે વજન તથા મેદસ્વી કેટેગરી તપાસીને જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ક્લિનીકમાં સારવાર માટે આવેલા દર્દીઓનું સ્ક્રીનીંગ કરી તેનું વજન તથા ઉંચાઈ માપી તેનો BMI (બોડી માસ ઇન્ડેક્ષ) માપવામાં આવે છે. જેમાં ૨૫ થી નીચે BMI વાળા તંદુરસ્ત તથા ૨૫ થી ૩૦ વચ્ચેના વધારે વજનવાળા તથા ૩૦ થી ૩૫ વચ્ચેની મેદસ્વી તથા ૩૫ થી વધારેવાળા અતિ મેદસ્વી કેટેગરીમાં આવે છે.

સારવાર માટે આવતા દર્દીઓમાં ૨૫ થી વધારે BMI હોય તેઓનું કાઉન્સીલર દ્વારા મેડિકલ હિસ્ટ્રી તપાસી સાચી સમજ આપવામાં આવે છે. ડાયેટેશીન દ્વારા યોગ્ય સમતોલ તથા પોષક આહારની પણ સમજણ આપવામાં આવે છે. મેડિકલ ઓફિસર દ્વારા દર્દીની તપાસ, હિસ્ટ્રી ચકાસી જરૂરી રીપોર્ટસ બાદ જરૂરીયાત મુજબ ફિઝીશીયન, પીડીઆટ્રીશીયન, જનરલ સર્જરી વિભાગ,સાયકીઆટ્રીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ દ્વારા તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવે છે.

બીપી, ડાયાબિટીસ, હ્યદયરોગ સહિતની બિમારીને નાથવા માટે ઓબેસીટી મહત્વનો ભાગ ભજવતો હોવાથી ઓબેસીટી ક્લિનીકમાં તેવા દર્દીઓની સારવાર કરાય છે. નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓનું વજન, ઊંચાઈ અને બોડીમાસ ઈન્ડેક્શની ચકાસણી કરવામાં આવે છે. જેના આધારે લોકોને જરૂરિયાત મુજબ જીવનશૈલીમાં ફેરફાર લાવીને ડાયટ પ્લાન બનાવી આપવામાં આવે છે. આ ઉપરાંત ઓબેસીટી ક્લિનીકમાં કાઉન્સિલર દ્વારા દર્દીઓની બીમારીઓને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now