Home Tech/Gadgets Now Ai Will Make Predictions For You

હવે AI તમારા માટે કરશે ભવિષ્યવાણી! : જાણો શું છે આ નવી MiroFish ટેકનોલોજી

There is a photo of AI.
Published by: Aryan Shah
Last Updated: Mar 31, 2026, 01:57 PM IST

AI : ટેકનોલોજીની દુનિયામાં દરરોજ નવા સંશોધનો થતાં હોય છે, પરંતુ ચીનથી એક એવા સમાચાર આવ્યા છે, જેને બધાને હેરાન કરી દીધા છે. બેઇજિંગ યુનિવર્સિટીના માત્ર 20 વર્ષના વિદ્યાર્થી ગુઓ હોંગજિયાંગે એક એવું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમ તૈયાર કર્યું છે, જે માત્ર સવાલોના જવાબ જ નથી આપતું પણ ભવિષ્યમાં શું બની શકે છે તેની આગાહી પણ કરી શકે છે. 'MiroFish' નામનું આ AI એન્જિન અત્યારે સોશિયલ મીડિયા અને ટેક જગતમાં ભારે ચર્ચામાં છે.

નવી ટેકનોલોજીની શોધ

ગુઓએ ખૂબ જ ટૂંકા ગાળામાં MiroFish નામનું આ અદ્યતન AI એન્જિન વિકસાવ્યું છે. આ કોઈ સામાન્ય ચેટબોટ નથી, પરંતુ તેને માનવીય વર્તન અને સામાજિક પ્રતિક્રિયાઓને સમજવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની આ સિદ્ધિએ GitHub પર મોટી ટેક કંપનીઓને પણ પાછળ છોડી દીધી છે.

કેવી રીતે કામ કરે છે MiroFish?

આ સિસ્ટમ કામ કરવાની રીત ખૂબ જ રસપ્રદ છે. MiroFish એક આભાસી (Virtual) સમાજ બનાવે છે, જેમાં લાખો AI એજન્ટો હોય છે. આ એજન્ટો માણસોની જેમ વિચારી અને પ્રતિક્રિયા આપી શકે છે. જ્યારે આ વર્ચ્યુઅલ દુનિયામાં કોઈ નવી સ્થિતિ કે સમાચાર મુકવામાં આવે છે, ત્યારે આ એજન્ટોની પ્રતિક્રિયા પરથી AI અંદાજ લગાવે છે કે, વાસ્તવિક દુનિયામાં તેની શું અસર થશે.


OASIS સિસ્ટમનો આધાર

MiroFish એ 'OASIS' નામની પ્રણાલી પર આધારિત છે. આમાં દરેક AI એજન્ટની પોતાની આગવી યાદશક્તિ અને ઓળખ હોય છે. આ આખી પ્રક્રિયા કીડીઓની વસાહત જેવી છે, જ્યાં નાની-નાની હલચલ ભેગી મળીને એક મોટા પરિણામનો સંકેત આપે છે. આ ટેકનોલોજી નવી સરકારી નીતિઓ કે સામાજિક ફેરફારો પ્રત્યે લોકોનો પ્રતિભાવ કેવો હશે તે જાણવામાં મદદ કરે છે.


AI ની સફળતાના ઉદાહરણો

આ AI એ પોતાની ક્ષમતા સાબિત પણ કરી છે. એક યુનિવર્સિટી વિવાદ દરમિયાન તેને લોકોની પ્રતિક્રિયા અને માહોલ ક્યારે બદલાશે તેની સચોટ આગાહી કરી હતી. એટલું જ નહીં, તેને વર્ષો જૂની ચીની નવલકથા 'ડ્રીમ ઓફ ધ રેડ ચેમ્બર' ના ખોવાયેલા અંતને પણ ફરીથી બનાવવાનો પ્રયાસ કર્યો છે.

ભાવિ શક્યતાઓ અને મર્યાદાઓ

જોકે આ ટેકનોલોજી હજુ પ્રાયોગિક તબક્કે છે. આવા સિમ્યુલેશન ચલાવવાનો ખર્ચ ઘણો વધારે છે અને ક્યારેક ડિજિટલ એજન્ટો માણસો કરતાં અલગ રીતે પણ વર્તી શકે છે. તેમ છતાં, નિષ્ણાતો માને છે કે, ભવિષ્યમાં મોટા નિર્ણયો લેવા અને સામાજિક પ્રવાહોને સમજવા માટે આ ટેકનોલોજી ખૂબ જ મહત્વની સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
આ તારીખે લોન્ચ થશે OnePlus Nord 6!
PM Modi Gujarat Visit; ટેક્નોલોજી હબ બનશે ગુજરાત
50,000 માં Samsung, Vivo અને OnePlus ના ફોનમાંથી કયો ફોન ખરીદવો જોઈએ?
3 વર્ષથી AI સાથે રિલેશનમાં વ્યક્તિ