Gambhira Bridge collapsed: 2022માં ગંભીર બ્રિજની તપાસની માંગ કરનાર કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારે જણાવ્યું હતું કે, આ અધિકારીને માત્ર સસ્પેન્ડ કરીને સમગ્ર મામલા માંથી આ ચોર ગુનેગાર અધિકારીઓને બચાવવાનો પ્રયન્ત થઇ રહ્યો છે.ગઈ કાલે સાંજે પાદરા પોલીસ સ્ટેશન ખાતે આ અધિકારીઓ પર માનવવધનો ગુનો લાગે એવી ફરિયાદ આપ્યા છતાંય હજુ સુધી આ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ગઈ કાલે સાંજે પાદરા પોલીસ સ્ટેશન ખાતે આ રોડ અધિકારીઓ પર માનવવધનો ગુનો લાગેએ એવી ફરિયાદ આપ્યા છતાંય હજુ સુધી આ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો સરકારમાં થોડી ઈમાનદારી બચી હોય તો આ અધિકારીઓને સસ્પેન્ડ કરવાને બદલે જેલ ભેગા કરે. જો અમારી માંગણી નહિ સંતોષાય તો સ્થાનિકોને સાથે રાખી મોટું આંદોલન કરીશું.
વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. જે અંતર્ગત દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારી એન. એમ. નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર, યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.





