Home Gujarat Gujarat Coastal Security High Alert Kutch Jamnagar Marine Patrol

ગુજરાતના દરિયાકાંઠે હાઈ-એલર્ટ : જામનગર બાદ કચ્છમાં પણ મરીન ટાસ્ક ફોર્સનું કડક પેટ્રોલિંગ, જાણો શું છે ખતરો

Gujarat coast
Published by: Suman Dabhi
Last Updated: Apr 05, 2026, 10:47 AM IST

Gujarat coast: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ગુજરાતના સમગ્ર દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓએ હાઈ-એલર્ટ જાહેર કર્યું છે. ભારતની જળસીમામાં કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે શંકાસ્પદ પ્રવૃત્તિને રોકવા માટે ગુજરાત પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સે સઘન પેટ્રોલિંગ અને તપાસ શરૂ કરી છે.

કચ્છમાં સરહદી અને દરિયાઈ વિસ્તારોમાં સતર્કતા

કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ અને વિશાળ દરિયાકાંઠો ધરાવતો હોવાથી અહીં સુરક્ષા દળોને પૂર્ણ એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યા છે. આજે મરીન કમાન્ડોની ટીમોએ કચ્છના છેવાડાના દરિયાઈ વિસ્તારોમાં વિશેષ તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને કોસા, લીમડીવાંઢ અને મોહાડી જેવા સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું. દરિયામાં થતા સંભવિત વિસ્ફોટોને કારણે મિસાઈલ અથવા જહાજોના ભંગાર કિનારે આવી શકે તેવી આશંકાએ પણ સુરક્ષા દળો સતત નજર રાખી રહ્યા છે.

સ્થાનિક માછીમારો અને સરહદી વિસ્તારના લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ, બોટ કે વ્યક્તિ જોવા મળે તો તરત જ સુરક્ષા એજન્સીઓને જાણ કરે.

આ પણન વાંચો: ઉમરેઠમાં યોજાઈ BJPની ભવ્ય જાહેરસભા : CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં હર્ષદ પરમારે નોંધાવ્યું નામાંકન, જાણો CMએ જનતાને શું કરી અપીલ

જામનગરમાં વિશેષ ઓપરેશન

3 એપ્રિલ, 2026ના રોજ જામનગર સેક્ટરમાં પણ ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ અનુસાર વિશેષ સુરક્ષા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ATS અને કોસ્ટલ સિક્યુરિટીના ADGP અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની ટીમોએ નીચેના વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ કરી હતી.

જોડીયા બંદર અને બાલાચડી વિસ્તાર

સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ અને જેટી

સમગ્ર કોસ્ટલ પટ્ટીના લેન્ડિંગ પોઈન્ટ્સ અને ફિશિંગ સેન્ટરો

આ કાર્યવાહીનું મુખ્ય કારણ

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પૂર્વ-તૈયારી તરીકે આ પગલાં લીધાં છે. કોઈપણ પ્રકારના આતંકવાદી પ્રવેશ, ઘૂસણખોરી કે દરિયાઈ માર્ગે થતા જોખમને અટકાવવા માટે આ સઘન પેટ્રોલિંગ અને તપાસ કરવામાં આવી રહી છે.દરિયામાં અવરજવર કરતી કોઈપણ શંકાસ્પદ બોટ, જહાજ કે વ્યક્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે જેથી દેશની સુરક્ષામાં કોઈ વિક્ષેપ ન પડે.આ પગલાં સાથે ગુજરાતના લાંબા દરિયાકાંઠાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now