Home Tech/Gadgets No Network On Mobile Fix Signal Problems With These 5 Simple Tips

મોબાઇલમાં નેટવર્ક નથી આવતું? : આ 5 સરળ ટિપ્સથી સિગ્નલની સમસ્યા કરો દૂર!

મોબાઇલમાં નેટવર્ક નથી આવતું?
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2026, 12:36 PM IST

Mobile : આજના સમયમાં સ્માર્ટફોન વગર એક મિનિટ પણ ચાલતું નથી, પરંતુ જ્યારે મહત્વના કામ સમયે જ મોબાઇલમાં નેટવર્ક ગાયબ થઈ જાય ત્યારે મોટી મુશ્કેલી ઊભી થાય છે. ઘણીવાર ચાલુ કોલે અવાજ કપાઈ જવો અથવા મેસેજ સેન્ડ ન થવા જેવી સમસ્યાઓ આપણને પરેશાન કરી દે છે. મુસાફરી દરમિયાન કે અંતરિયાળ વિસ્તારોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો નીચેની ટિપ્સ તમને ખૂબ મદદરૂપ થશે.

1. લોકેશન બદલીને જુઓ

ઘણીવાર આપણે જોયું હશે કે, ઘરના એક ખૂણે નેટવર્ક ફૂલ હોય છે અને બીજા ખૂણે જતાં જ નેટવર્ક ગાયબ થઈ જાય છે. તેનું મુખ્ય કારણ બિલ્ડિંગનું મટીરિયલ (જેમ કે કોંક્રિટ અથવા જાડી દીવાલો) હોઈ શકે છે જે સિગ્નલને બ્લોક કરે છે. જો નેટવર્ક ઓછું હોય, તો બારી પાસે જવાનો પ્રયાસ કરો અથવા ખુલ્લી જગ્યાએ કે ઘરની છત પર જઈને કોલ એટેન્ડ કરો.

2. ફોનને રીસ્ટાર્ટ કરવાની જાદુઈ ટ્રીક

આ એક સૌથી સરળ અને અસરકારક રીત છે. આપણો ફોન સતત નજીકના ટાવર સાથે કનેક્ટ થવા માટે સિગ્નલ શોધતો હોય છે. ક્યારેક ટેકનિકલ ખામીને કારણે તે નજીકના ટાવરને પકડી શકતું નથી. આવા સમયે ફોનને Restart અથવા Reboot કરવાથી તે ફરીથી નવેસરથી સિગ્નલ સર્ચ કરે છે અને નજીકના મજબૂત ટાવર સાથે કનેક્ટ થઈ જાય છે.

3. સોફ્ટવેર અપડેટ પર રાખો નજર

તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમમાં જૂનું સોફ્ટવેર હોવાને કારણે પણ નેટવર્કની સમસ્યા સર્જાઈ શકે છે. કંપનીઓ સમયાંતરે નેટવર્ક ગ્લિચ (ભૂલો) સુધારવા માટે નવા અપડેટ્સ રિલીઝ કરતી હોય છે. જેમ કે આઈફોનની કેટલીક સીરીઝમાં નેટવર્કની સમસ્યા આવી હતી જે અપડેટ દ્વારા સુધારાઈ હતી. તેથી, સેટિંગ્સમાં જઈને હંમેશા ચેક કરો કે તમારો ફોન અપડેટેડ છે કે નહીં.

4. બેટરી લેવલ અને નેટવર્કનો સંબંધ

શું તમે જાણો છો કે, ઓછી બેટરીને કારણે પણ નેટવર્ક નબળું પડી શકે છે? હા, જ્યારે ફોનની બેટરી લો (Low Battery) હોય છે, ત્યારે ફોન પાવર બચાવવા માટે તેના એન્ટેનાને મળતો પાવર ઘટાડી દે છે. આ કારણે ફોન સિગ્નલ બરાબર પકડી શકતો નથી. હંમેશા પ્રયત્ન કરો કે, તમારા ફોનની બેટરી પૂરતી ચાર્જ હોય જેથી એન્ટેના પૂરી ક્ષમતાથી કામ કરી શકે.

5. ફ્લાઇટ મોડનો ઉપયોગ

જો તમે ફોન રીસ્ટાર્ટ કરવા નથી માંગતા, તો એકવાર Flight Mode ઓન કરીને 10 સેકન્ડ પછી ઓફ કરી દો. આનાથી તમારા ફોનનું નેટવર્ક રિફ્રેશ થશે અને તે ફરીથી નેટવર્ક સર્ચ કરવાનું શરૂ કરશે. આ ટ્રીક મુસાફરી દરમિયાન ખૂબ જ કામ લાગે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
TV રેટિંગમાં મોટો ફેરફાર
1 એપ્રિલથી બદલાઈ જશે ઓનલાઈન પેમેન્ટની રીત!
WhatsAppમાં આવશે નવું ધમાકેદાર ફીચર
YouTube Premium હવે 2 મહિના માટે બિલકુલ ફ્રી!
15,000 ના બજેટમાં Redmi, Realme અને Poco ના 5G ફોનમાંથી કયો બેસ્ટ?