OnePlus 13s VS Vivo X200 FE
VIVO એ હાલમાં જ પોતાનો નવો સ્માર્ટફોન X200 FE બજારમાં મૂક્યો છે. આ ફોનના Design માં કઈ નવું નથી, કેમ કે આ Design Apple ના Iphone 16 Plusમાં પણ આ જ Design જોઈ ચૂક્યા છીએ. પણ આ ફોનની સીધી સ્પર્ધા OnePlus 13sની સાથે ચાલી રહી હોય તે માનવામાં આવે છે. આ બંને પ્રીમિયમ સ્માર્ટફોન છે.
Price & Variant:
OnePlus 13s:
12GB+256GB Variant ની કિંમત 51,399/- રૂપિયા
12GB+512GB Variant ની કિંમત 57,436/- રૂપિયા
Vivo X200 FE:
12GB+256GB Variant ની કિંમત 54,999/- રૂપિયા

Design and Display:
ડિઝાઇન અને કદની દ્રષ્ટિએ, તમને પહેલી નજરે જ OnePlus 13s ગમશે. આ એક કોમ્પેક્ટ અને અત્યંત સુંદર દેખાતો ફોન છે. તે જ સમયે, Vivo X200 FE ની ડિઝાઇનમાં કંઈ નવું નથી. તેની ડિઝાઇનમાં iPhone 16 Plus ની સ્પષ્ટ ઝલક જોવા મળે છે. ડિઝાઇનની દ્રષ્ટિએ Vivo નું X200 FE નિરાશાજનક છે.
Dimensions and weight:
OnePlus 13s:
લંબાઈ-150.8 મિમી
પહોળાઈ-71.7 મિમી
જાડાઈ-8.2 મિમી
વજન-185 ગ્રામ

Vivo નું X200 FE:
લંબાઈ-150.83 મિમી
પહોળાઈ-71.76 મિમી
જાડાઈ-7.99 મિમી
વજન-186 ગ્રામ
OnePlus 13sમાં 120hz રિફ્રેશ રેટ વાળો 6.32 ઈંચની LTPO ડિસ્પ્લે મળે છે, જેનું રીજોલ્યુશન 2640×1216 પિક્સેલ છે. જ્યાં Vivo નું X200 FEમાં 120 hz રિફ્રેશ રેટ વાળો 6.31 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે. જેનું રીજોલ્યુશન 2640×1216 પિક્સેલ છે.
Camera Setup:
ફોટો અને વિડિયો શૂટ માટે OnePlus 13sમાં રિયર ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં f/1.8ની સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.0ની સાથે 50mp નો ટેલિફોટો કેમેરો છે.જ્યાં સેલ્ફી માટે f/2.0ની સાથે 32mp નો કેમેરા આપ્યો છે. Vivo નું X200 FEના રિયર કેમેરા સેટઅપ આપ્યું છે, જેમાં f/1.88ની સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.2ની સાથે 8mp નો વાઇડ એંગલ કેમેરો, f/2.65ની સાથે 50mp નો પેરિસ્કોપ કેમેરો, અને f/2.0 ની સાથે 50mp નો સેલ્ફી કેમેરો છે.

Processor and Battery:
OnePlus 13sમાં Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે Vivo નું X200 FEમાં octa core MediaTek Dimensity 9300+ નું પ્રોસેસર થી ચાલે છે. OnePlus 13s, Android 15 પર આધારિત OxygenOS 15 પર ચાલે છે. જ્યારે Vivo X200 FE, Android 15 પર આધારિત Vivo FunTouch OS 15 પર ચાલે છે. OnePlus 13s નું OxygenOS 15 Vivo X200 FE ના Vivo FunTouch OS 15 કરતાં ઘણું સારું કામ કરે છે. આ ઉપરાંત, OnePlus 13s નું OxygenOS 15 ખૂબ શક્તિશાળી પ્રોસેસર છે. અને Vivo X200 FE ના પ્રોસેસર કરતાં સરળતાથી કામ કરે છે. પર્ફોમન્સના મામલે OnePlus 13s એક સારો વિકલ્પ છે. OnePlus 13s 5850mAh ની બેટરી છે જે 80W ફાસ્ટ ચાર્જિંગથી ચાર્જ થાય છે. Vivo X200 FE માં 6500mAh ની બેટરી છે અને તે 90W ફાસ્ટ ચાર્જિંગથી ચાર્જ થાય છે.
Disclamer:
ઉપર આપેલી જાણકારી ફક્ત બંને મોબાઈલની ટેક્નિકલ બાબત આધારિત છે, જે જાણકારી સંપૂર્ણ સત્ય હોવાનો offbeat stories દાવો કરતો નથી. કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા ટેક્નીકલ એક્ષપર્ટ અથવા જાત ચકાસણી કરવી.





















