Home Gujarat New Allocation Of Reserved Seats Announced In Municipal Corporations Including Ahmedabad

અમદાવાદ સહિતની મનપામાં અનામત બેઠકોની નવી ફાળવણી જાહેર : 27 ટકા OBC અનામતનો અમલ

અમદાવાદ સહિતની મનપામાં અનામત બેઠકોની નવી ફાળવણી જાહેર
Published by: OBS Bureau
Last Updated: Oct 28, 2025, 01:33 PM IST

રાજ્ય સરકારે અમદાવાદ સહિતની તમામ મહાનગરપાલિકાઓ માટે અનામત બેઠકોની ફાળવણી જાહેર કરી છે. આવનારી મહાનગરપાલિકા ચૂંટણી હવે 27 ટકા OBC (પછાત વર્ગ) અનામત સાથે યોજાશે. આ ફાળવણી મુજબ કુલ 192 બેઠકોમાંથી 50 ટકા એટલે કે 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

સામાન્ય વર્ગ માટે 59 બેઠકો

નવી ફાળવણી પ્રમાણે સામાન્ય વર્ગ માટે 59 બેઠકો, અનુસૂચિત જાતિ (SC) માટે 20 બેઠકો, પછાત વર્ગ (OBC) માટે 52 બેઠકો, અને અનુસૂચિત આદિજાતિ (ST) માટે 2 બેઠકો અનામત રાખવામાં આવી છે. આ રીતે વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે અનામતની નવી રચના કરવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની બેઠકોની ફાળવણી

ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની બેઠકો માટે વિગતવાર ફાળવણી જાહેર કરવામાં આવી છે. તેમાં અનુસૂચિત જાતિ માટે 20 બેઠકો અનામત, જેમાંથી 10 બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે. અનુસૂચિત આદિજાતિની બે બેઠકોમાંથી એક બેઠક સ્ત્રી માટે અનામત છે, જ્યારે OBC વર્ગની 52 બેઠકોમાંથી 26 બેઠકો સ્ત્રી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. આ નવી અનામત ફાળવણી સાથે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ સમાનતા અને મહિલા પ્રતિનિધિત્વ વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ
વાવ-થરાદમાં PM મોદીની સભા દરમિયાન બની ચોંકાવનારી ઘટના
ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ
ગુજરાતમાં ત્રિપલ રેન સિસ્ટમ સક્રિય, આગામી ચાર દિવસ ભારે
ઈંડામાંથી બહાર આવતા જ પક્ષીને મળી 'Z+' સિક્યોરિટી!