Home Business Netflix Co Founder Reed Hastings Resigns Future Plans News

વિશ્વભરમાં જાણિતા આ પ્લેટફોર્મના કો-ફાઉન્ડરે આપ્યું રાજીનામું : 1997માં મિત્ર સાથે મળીને રચી હતી હિસ્ટ્રી, હવે કરશે આ 'ખાસ' કામ

Netflix Reed Hastings Resignation OTT Platform
Published by: Nirali Gohil
Last Updated: Apr 17, 2026, 07:32 AM IST

Entertainment News: ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મની દુનિયામાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી લોકપ્રિય વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflixના કો-ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે (Reed Hastings) કંપનીમાંથી સંપૂર્ણપણે રાજીનામું આપી દીધું છે. ટેક અને મનોરંજન ક્ષેત્રના દિગ્ગજ ગણાતા હેસ્ટિંગ્સ હવે કંપનીના ચેરમેન કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો ભાગ રહેશે નહીં. નોંધનીય છે કે તેમણે વર્ષ 2023માં જ CEO પદ છોડી દીધું હતું, પરંતુ હવે તેઓ મેનેજમેન્ટની તમામ ભૂમિકાઓમાંથી મુક્ત થઈ રહ્યા છે.

રીડ હેસ્ટિંગ્સનો આ નિર્ણય માત્ર કંપની માટે જ નહીં, પરંતુ સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી માટે ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા બે દાયકાથી વધુ સમય સુધી કંપનીનું સુકાન સંભાળ્યા બાદ હવે તેઓ નિવૃત્તિ લઈને માનવ કલ્યાણના કાર્યોમાં જોડાવા માંગે છે. તેમના આ નિર્ણય સાથે નેટફ્લિક્સમાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

1997માં બે મિત્રોએ જોયેલું સપનું આજે વૈશ્વિક બ્રાન્ડ

નેટફ્લિક્સની સફળતા પાછળ રીડ હેસ્ટિંગ્સ અને તેમના મિત્ર માર્ક રેન્ડોલ્ફની મહેનત છુપાયેલી છે. વર્ષ 1997માં જ્યારે ઇન્ટરનેટ હજુ શરૂઆતી તબક્કામાં હતું, ત્યારે આ બે મિત્રોએ સાથે મળીને નેટફ્લિક્સની સ્થાપના કરી હતી. શરૂઆતમાં આ કંપની માત્ર ડીવીડી (DVD) રેન્ટલ સર્વિસ તરીકે કામ કરતી હતી. પરંતુ હેસ્ટિંગ્સની દીર્ઘદ્રષ્ટિને કારણે કંપનીએ સમય જતાં ઓનલાઇન સ્ટ્રીમિંગમાં ઝંપલાવ્યું અને આજે તે વિશ્વનું સૌથી મોટું OTT પ્લેટફોર્મ બની ગયું છે.

આ પણ વાંચો: Lenskart ના ડ્રેસ કોડ પર વિવાદ : બિંદી-તિલક પર પ્રતિબંધનો દાવો, હિજાબ મંજૂરીનો મુદ્દો ચર્ચામાં

190 દેશોમાં ફેલાયેલું સામ્રાજ્ય

હેસ્ટિંગ્સના નેતૃત્વ હેઠળ Netflix માત્ર અમેરિકા પૂરતું મર્યાદિત ન રહેતા વિશ્વના 190 થી વધુ દેશોમાં વિસ્તર્યું છે. તેમણે હંમેશા કંપનીની કાર્યસંસ્કૃતિ (Work Culture) અને યુઝર્સના સંતોષ પર ભાર મૂક્યો હતો. આજે Netflix પાસે કરોડો સબ્સ્ક્રાઇબર્સ છે અને તે મનોરંજનનો પર્યાય બની ગયું છે. હેસ્ટિંગ્સે તેમના વિદાય નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે હંમેશા સભ્યોની ખુશી અને મજબૂત ટીમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

હવે કયું 'ખાસ કામ' કરશે રીડ હેસ્ટિંગ્સ?

કંપનીમાંથી સંપૂર્ણપણે અલગ થયા બાદ રીડ હેસ્ટિંગ્સે લોકોના કલ્યાણ (Philanthropy) માટે કાર્ય કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેઓ શિક્ષણ, પર્યાવરણ કે અન્ય કયા સામાજિક ક્ષેત્રમાં કામ કરશે તેની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. પરંતુ તેમના નજીકના સૂત્રોનું માનવું છે કે તેઓ મોટા પાયે સામાજિક બદલાવ લાવવા માટે સક્રિય થશે.

OTT માર્કેટમાં બદલાતા સમીકરણો

નેટફ્લિક્સ સિવાય આજે માર્કેટમાં Prime Video, Jio Hotstar અને Zee5 જેવા અનેક પ્લેટફોર્મ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. એવા સમયે જ્યારે OTT ઉદ્યોગ નવી ટેકનોલોજી અને નેતૃત્વ હેઠળ આગળ વધી રહ્યો છે, ત્યારે હેસ્ટિંગ્સ જેવા અનુભવી નેતાનું જવું કંપની માટે પડકારરૂપ બની શકે છે. આગામી મહિનામાં તેમનો ચેરમેન તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી પણ સત્તાવાર રીતે મુક્ત થઈ જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now