Home Gujarat Navarachna School In Vadodara Received Bomb Threatening Mail

વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો : પોલીસ-બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમોએ શરૂ કરી તપાસ, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ

વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો
Published by: OBS Bureau
Last Updated: Jun 23, 2025, 05:10 AM IST

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે..સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે.વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપવામાં આવી છે. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. અગાઉ પણ આ સ્કૂલને બોમ્બથી ઉડાવાની ધમકીનો મેલ મળ્યો હતો.

વડોદરાની જાણીતી નવરચના સ્કૂલને ફરી એકવાર બોમ્બથી ઉડાવાની ધમકી મળતા શહેરના પોલીસતંત્રમાં હડકંપ મચી ગયો છે. સ્કૂલના સમા વિસ્તારમાં આવેલા કેમ્પસને આજે મળેલા ઈ-મેલના આધારે તાત્કાલિક ખાલી કરવામાં આવ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને રજા આપી દેવાયા હતા. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિત ઉચ્ચ અધિકારીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વિસ્તૃત ચેકિંગ શરૂ કર્યું છે.

અગાઉ પણ આવી ચુકી છે ધમકીઃ
આ પહેલા પણ 24 જાન્યુઆરી 2025ના રોજ ભાયલી વિસ્તારની નવરચના શાળાને ડાર્કવેબ પરથી મળેલી ધમકીથી જ નાસભાગ મચી ગઈ હતી. તે વખતે principal કાશ્મીરા જયસ્વાલને મળેલા ઈ-મેલમાં સ્કૂલને ઉડાવી દેવાની ચીમકી આપવામાં આવી હતી. પછી પોલીસે ભાયલી અને સમા બંને કેમ્પસમાં આખો દિવસ ચાંપતી તપાસ હાથ ધરી હતી, પણ કોઈ સાક્ષી કે શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

ડાર્કવેબ પરથી મોકલાયો હતો ઈ-મેલઃ
પોલીસ સૂત્રો અનુસાર, નવરચના સ્કૂલને મળેલો ઈ-મેલ ડાર્કવેબના mail2tor.com પ્લેટફોર્મ પરથી મોકલાયો હતો. ઈ-મેલ મોકલનારનું નામ મુપ્પલા લક્ષ્મણ ઉર્ફે ગણપતિ આપેલું છે. ઈ-મેલમાં તામિલનાડુના ડીજીપીની પુત્રી દાઉદી શંકર જીવાલનું નામ પણ ઉલ્લેખાયું છે, જેના કારણે કેસની ગંભીરતા વધુ વધી છે.

વધુ તપાસ માટે કેન્દ્રિય એજન્સીઓ જોડાવાની શક્યતાઃ
પ્રથમ દૃષ્ટિએ જોઈ શકાય છે કે આ એક ફેક થ્રેટ હોઈ શકે છે, પણ તેમાં જો કોઈ ગંભીર ષડ્યંત્ર છુપાયું હોય તો તેની પણ તપાસ જરૂરી છે. તેથી તાલુકા પોલીસ દ્વારા કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, કેન્દ્રિય એજન્સીઓ પણ તપાસમાં જોડાવા માટે સંભવના વ્યક્ત કરી છે.

શાળાના બાળકોની સલામતી મોખરેઃ
નવરચના સ્કૂલના વહીવટીતંત્રએ બોમ્બ ધમકી મળ્યા બાદ તરત જ સલામતીના પગલાં તરીકે તમામ વિદ્યાર્થીઓને રજા આપી હતી અને પેરેન્ટ્સને પણ જાણકારી આપી હતી. બાળકોથી લઈને વાલીઓ સુધીમાં ફફડાટ ફેલાયો હતો, પણ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ થયાની માહિતી મળેલી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now