Home International National Diljit Dosanjh Concert Threatened Khalistani Group Angered By Amitabh Bachchan

પંજાબી સિંગર દિલજીત દોસાંઝને મળી ધમકી! : અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કરતાં ગુસ્સે ભરાયા ખાલિસ્તાની

પંજાબી સિંગર દિલજીત દોસાંઝને મળી ધમકી!
Published by: OBS Bureau
Last Updated: Oct 29, 2025, 10:26 AM IST

ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસે ઓસ્ટ્રેલિયામાં પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટને રોકવાની ધમકી આપી છે. દિલજીત દોસાંઝ દ્વારા અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા બાદ આ ધમકી આપવામાં આવી છે. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) કહે છે કે અમિતાભના પગ સ્પર્શ કરીને, દિલજીતે "1984ના શીખ હત્યાકાંડના દરેક પીડિત, દરેક વિધવા અને દરેક અનાથનું અપમાન કર્યું છે."

હકીકતમાં કૌન બનેગા કરોડપતિ પર અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા બાદ દિલજીત દોસાંઝને આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબી સિંગર દિલજીત દોસાંઝ 1લી નવેમ્બરે ઓસ્ટ્રેલિયામાં પરફોર્મન્સ આપવાનો છે. ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે તેને બંધ કરવાની ધમકી આપી છે.

ખાલિસ્તાનીઓ કેમ ગુસ્સે છે?

આતંકવાદી સંગઠન અનુસાર, અમિતાભ બચ્ચને બોલિવૂડ અભિનેતા છે જેમણે "ખૂન કા અબદાલા ખૂન" ના નારા સાથે ભારતીય ટોળાને ઉશ્કેર્યા હતા, જેના કારણે 31 ઓક્ટોબર, 1984 ના રોજ 30,000 થી વધુ શીખો માર્યા ગયા હતા. દિલજીત દોસાંઝે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ્યા બાદ આ ગેંગ ગુસ્સે ભરાઈ ગઈ છે.

એક અંગ્રેજી વેબસાઇટના અહેવાલ મુજબ, શીખ ફોર જસ્ટિસ (SFJ) એ પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝના કોન્સર્ટને રોકવાની ધમકી આપી છે કારણ કે તેમણે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા હતા.

1 નવેમ્બરે આ તહેવાર કેમ ન ઉજવી શકાય?

શીખ ફોર જસ્ટિસ (SFJ) જૂથ દ્વારા શેર કરાયેલા એક નિવેદનમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી 1984માં થયેલા દંગાઓ દરમિયાન બચ્ચને હિંસા ભડકાવવામાં ભૂમિકા ભજવી હતી. તેમાં ઉમેર્યું હતું કે, "આ અજ્ઞાનતા નથી, વિશ્વાસઘાત છે. જીવતા સળગાવી દેવામાં આવેલા શીખો, બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ, હત્યા કરાયેલા બાળકોની રાખ હજુ ઠંડી પડી નથી. કોઈપણ સમજદાર શીખ 1 નવેમ્બર, સ્મૃતિ દિવસ પર કોઈ પ્રદર્શન કે ઉજવણી કરી શકે નહીં."

સંગઠને દાવો કર્યો હતો કે દંગાઓ દરમિયાન બચ્ચને કથિત રીતે "ખૂન કા બદલા ખૂન" ના નારા લગાવ્યા હતા. સંદર્ભ માટે, 1984ના શીખ વિરોધી દંગાઓ 31 ઓક્ટોબર, 1984ના રોજ ફાટી નીકળ્યા હતા, જે ઇન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા હત્યા કરવામાં આવી હતી તેના એક દિવસ પછી હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now