દિલ્હીવાસીઓને તેમના નવા મુખ્યમંત્રી મળ્યા છે.... રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે... રેખા ગુપ્તાએ PM મોદી સહિત ભાજપના શીર્ષ નેતૃત્વ અને ચૂંટાયેલા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા... પરવેશ વર્માએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા... રેખા ગુપ્તા દિલ્હીમાં શાલીમાર બાગ બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય છે... વર્તમાન સમયમાં તેઓ ભાજપના મહાસચિવ અને મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા... વર્ષ 1974માં હરિયાણાના નંદગઢ ગામમાં રેખા ગુપ્તાનો જન્મ થયો તેઓ 50 વર્ષના છે..
કેટલી સંપતિના માલિક રેખા ગુપ્તા? (હેડર)
ચૂંટણીના સોંગધનામામાં અપાયેલી જાણકારી મુજબ રેખા ગુપ્તા પાસે કુલ રૂ.5.3 કરોડની સંપત્તિ છે, તો રૂ.1.2 કરોડનું દેવું છે... રેખા ગુપ્તા પાસે કુલ 1.48 લાખની રોકડ છે... બેન્ક એકાઉન્ટમાં 72.94 લાખ રૂપિયા ડિપોઝીટ છે.... જુદી જુદી કંપનીઓના શેરમાં તેમનું રોકાણ છે... LICમાં પણ 53 લાખ રૂપિયાનું રોકાણ છે..
શેર્સમાં કેટલું રોકાણ?
રેખા ગુપ્તાએ કેશવ સહકારી બેન્ક અને હિન્દુસ્તાન સમાચાર લિમિટેડના શેર ખરીદ્યા છે.... આ શેર્સમાં કુલ 9.29 લાખ રૂપિયાનું રોકાણ છે... તેમના અને તેમના પતિના નામે પણ LICની ઘણી પોલીસી છે, અંદાજિત 53.68 લાખ રૂપિયાનું રોકાણ છે...
પતિના નામ પર કાર
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નામ પર કોઈ કાર નહીં, તેમના પતિ પાસે મારુતિ XL6 છે, જેની કિંમત 4,33,500 રૂપિયા છે... તે સિવાય 225 ગ્રામની જ્વેલરી છે, જેની કિંમત રૂ. 18 લાખ રૂપિયા છે... તેમના પતિ પાસે પણ 135 ગ્રામ જ્વેલરી છે, જેની કિંમત 11 લાખ રૂપિયા છે... 2.72 કરોડની જંગમ સંપત્તિ રેખા પાસે છે...
2.60 કરોડ રૂપિયાનું ઘર
દિલ્હીમાં રોહિણી અને શાલિમાર વિસ્તારમાં રેખા ગુપ્તાના એક એક ઘર છે... તે સિવાય રોહિણીમાં તેમના પતિના નામે પણ એક ઘર છે... રેખા ગુપ્તાના બંને ઘરની કિંમત રૂ.2.60 કરોડ છે..





